પુણેઃ ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે ગુરૂવારથી ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમાશે. પુણેમાં રમાનારા આ મુકાબલામાં ભારતીય ટીમને મજબૂત દાવેદાર માનવામાં આવી રહી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આ મેચમાં એક વ્યક્તિગત સિદ્ધી હાસિલ કરશે. આ કેપ્ટન તરીકે કોહલીની 50મી ટેસ્ટ મેચ હશે. તે કેપ્ટનના રૂપમાં અડધી સદી લગાવનાર બીજો ભારતીય ખેલાડી હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલી 50 ટેસ્ટ મેચોમાં આગેવાની કરનાર બીજો ભારતીય બનવાથી એક મેચ દૂર છે. કોહલી મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (એમસીએ) સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાનારી બીજી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી લેશે. 


હાલ કોહલી પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (કેપ્ટન તરીકે 49 ટેસ્ટ)ની સાથે સંયુક્ત રૂપથી બીજા સ્થાન પર છે. કોહલી અને ગાંગુલી પહેલા પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ 2008થી 2014 સુધી 60 ટેસ્ટ મેચોમાં ભારત માટે આગેવાની કરી હતી. ભારતીય ટીમે વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 203 રનથી વિજય મેળવ્યો હતો અને તે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝમાં 1-0થી આગળ છે. 

મિતાલી રાજે રચ્યો ઈતિહાસ, 20 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારી પ્રથમ મહિલા બની

સૌથી સફળ ભારતીય કેપ્ટન છે કોહલી
કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન છે. કોહલીએ 49માથી 29 ટેસ્ટ મેચમાં જીત મેળવી અને 10 મેચ હારી છે. સાથે 10 મેચ ડ્રો રહી છે. એમએસ ધોનીએ 60માથી 27 ટેસ્ટ મેચ જીતી હતી. તો ગાંગુલીએ 21 ટેસ્ટ મેચોમાં જીત હાસિલ કરી હતી. 


સ્મિથ છે સૌથી આગળ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ ટેસ્ટ મેચોમાં આગેવાનીના રેકોર્ડની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાનો ગ્રીમ સ્મિથ સૌથી આગળ છે. સ્મિથે 109 ટેસ્ટ મેચોમાં પોતાની ટીમની આગેવાની કરી હતી. તેણે 53 મેચમાં વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડરે 93 ટેસ્ટ મેચમાં સુકાન સંભાળ્યું અને 32મા જીત મેળવી હતી. ત્યારબાદ ન્યૂઝીલેન્ડના સ્ટીફ ફ્લેમિંગનો નંબર આવે છે, જેણે 80 ટેસ્ટ મેચોમાં ટીમની કમાન સંભાળી હતી. તો રિકી પોન્ટિંગે 77 મેચોમાં આગેવાની કરી અને 48 મેચ જીતી હતી.