લંડનઃ પાકિસ્તાનના મુખ્ય કોચ મિકી આર્થરે કહ્યું કે, હાલના વિશ્વકપમાં કટ્ટર હરીફ ભારત વિરુદ્ધ તેની ટીમની હાથી તે એટલા ભાંગી ગયા હતા કે આત્મહત્યા કરવા ઈચ્છતા હતા. ભારત સામે 89 રને હાર બાદ પાકિસ્તાની ટીમે મીડિયા, પ્રશંસકો અને પૂર્વ ખેલાડીઓની ટીકાનો સામનો કરવો પડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આર્થરના હવાલાથી મીડિયાએ કહ્યું, 'હું ગત રવિવારે આત્મહત્યા કરવા ઈચ્છતો હતો. તેણે કહ્યું, પરંતુ આ માત્ર એક મેચનું પરિણામ હતું. આ એટલી ઝડપથી થયું. તમે એક મેચ જીતો એક મેચ હારો છે. આ વિશ્વકપ છે. મીડિયાની આલોચના, લોકોની અપેક્ષાઓ અને ફરી તમારી સામે અસ્તિત્વ જાળવી રાખવાનો સવાલ. અમે બધુ સહન કર્યું.'


(ભારત સામે હાર બાદ પાકિસ્તાનના કોચ મિકી આર્થર એટલા વિચલિત થયા કે એક સમયે તેમના મનમાં આત્મહત્યાનો વિચાર આવ્યો હતો. મેચમાં હાર બાદ પાકિસ્તાની ટીમે ફેન્સના ગુસ્સાનો શિકાર બનવું પડ્યું હતું. કેટલાક ફેનતો એટલા નારાજ હતા કે બધા ખેલાડીઓને મારી નાખવાની વાત કરતા હતા.)


પાકિસ્તાને ત્યારબાદ આફ્રિકાને હરાવીને સેમીફાઇનલની આશા જીવંત રાખી છે. આર્થરે કહ્યું કે, તેની ટીમ બાકી તમામ મેચ જીતવા માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે. તેમણે કહ્યું, અમે ખેલાડીઓને વારંવાર કરીએ છીએ કે તે બસ એક મેચ હતી. આપણે આગળ સારૂ કરવાનું છે.


વિશ્વ કપમાં પાકિસ્તાનના અત્યાર સુધી 6 મેચોમાં કુલ 5 પોઈન્ટ છે. તે પોઈન્ટ ટેબલમાં સાતમાં સ્થાને છે. સેમીફાઇનલમાં પહોંચવા માટે તેણે બાકીની ત્રણેય મેચ જીતવી પડશે. પાકિસ્તાનની આગામી મેચ બુધવારે ન્યૂઝીલેન્ડ સામે છે. ત્યારબાદ શનિવારે અફઘાનિસ્તાન અને 5 જુલાઈએ બાંગ્લાદેશ સામે છે. 

વાંચો સ્પોર્ટસના અન્ય સમાચાર