India New Zealand Test Series: બેંગલુરુમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડના હાથે કારમી હાર બાદ, રોહિત શર્માના નેતૃત્વમાં ભારતની નજર બીજી ટેસ્ટ પર છે. પુણેમાં શરૂ થઈ રહેલી આ મેચમાં ટીમ ઈન્ડિયા કાઉન્ટર એટેક કરીને સિરીઝ બરાબરી કરવાના ઈરાદા સાથે રમશે. આ મેચના પ્લેઇંગ-11માં પણ કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. 25 વર્ષના સ્ટાર ઓલરાઉન્ડરનો પણ સમાવેશ થઈ શકે છે. જો આમ થશે તો આ ખેલાડી 3 વર્ષ બાદ ટેસ્ટ મેચ રમતા જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિરીઝમાં 1-0થી પાછળ ટીમ ઈન્ડિયા
બેંગલુરૂ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 46 રન પર ઓલઆઉટ થયા બાદ ભારતીય બેટરોએ બીજી ઈનિંગમાં શાનદાર વાપસી કરી હતી, પરંતુ આ મેચ કીવી ટીમે 8 વિકેટે જીતી હતી. બેંગલુરૂમાં કરેલી ભૂલને સુધારી ભારતીય ટીમની નજર સિરીઝ 1-1થી બરોબર કરવા પર હશે, જેમાં તે 1-0થી પાછળ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દ્રષ્ટિએ આ મેચ ભારત માટે મહત્વની છે. આ સાથે પુણેમાં હાર મળી તો ભારતનો ઘરઆંગણે સતત 18 સિરીઝ જીતનો સિલસિલો પણ અટકી જશે. 


BCCI એ ટીમમાં આપ્યું સ્થાન
પ્રથમ ટેસ્ટ મેચ હાર્યા બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે અપડેટ જારી કરતા કહ્યું કે ઓલરાઉન્ડર વોશિંગટન સુંદરને બાકીની બે મેચમાં ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. BCCIએ અપડેટમાં કહ્યું, 'પુરુષોની પસંદગી સમિતિએ ન્યૂઝીલેન્ડ સામે IDFC ફર્સ્ટ બેંક ટેસ્ટ સિરીઝની બાકીની મેચો માટે ભારતીય ટીમમાં વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કર્યો છે. વોશિંગ્ટન સુંદર બીજી ટેસ્ટ પહેલા પુણેમાં ટીમ સાથે જોડાશે.


રોહિત-ગંભીર થશે મહેરબાન!
વોશિંગટન સુંદર ભારત માટે છેલ્લે 2021માં ટેસ્ટ મેચ રમ્યો હતો. ત્યારબાદ તેને ટેસ્ટ રમવાની તક મળી નથી. તેવામાં પુણે ટેસ્ટમાં તેની વાપસી થઈ શકે છે. મેચ પહેલા હેડ કોચ ગંભીરે પત્રકાર પરિષદમાં કહ્યું- અમને લાગ્યું કે પ્લેઈંગ ઈલેવનમાં 4થી 5 ડાબા હાથના ખેલાડી પણ છે. તેથી અમે એક બોલર ઈચ્છતા હતા જે ડાબા હાથના બાટરોથી બોલને દૂર લઈ જઈ શકે, આતો અમારા માટે સારૂ થશે પરંતુ અમે હજુ પ્લેઈંગ ઈલેવન નક્કી કરી નથી. ગંભીરે કહ્યું કે વોશિંગટન વધુ કંટ્રોલ આપી શકે છે અને તે અમારા માટે સારો વિકલ્પ છે. 


તે એક શાનદાર ખેલાડી
ગંભીરે આગળ કહ્યું- અમે જાણીએ છીએ કે વોશિંગટન સુંદર એક શાનદાર ખેલાડી છે. અમે જાણીએ છીએ કે તે શું કરી શકે છે. જો તે કાલે રમે છે તો એક અલગ પાસું લઈને આવશે, અમારા માટે કંટ્રોલ લાવશે અને તે નીચલા ક્રમમાં બેટિંગ પણ કરી શકે છે. પરંતુ અમારી પાસે અક્ષરના રૂપમાં એક ફિંગર સ્પિનર અને કુલદીપના રૂપમાં એક ચાઇનામેન સ્પિનર છે. અમે વિકેટ જોયા બાદ કોઈ નિર્ણય કરીશું.