નવી દિલ્હી: ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે 4 ઓગસ્ટથી યુકેની ધરતી પર 5 મેચની હાઇ પ્રોફાઇલ ટેસ્ટ સિરીઝ રમાવાની છે, પરંતુ તે પહેલા પણ ટીમ ઈન્ડિયાની (Team India) મુશ્કેલીઓ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહી. શુબમન ગિલ પહેલેથી જ ઈજાને કારણે સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો, પરંતુ હવે તેના ઉપરાંત વધુ 2 ખેલાડીઓ ઘાયલ થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 3 ખેલાડીઓ ઇંગ્લેન્ડની સિરીઝમાંથી બહાર
ભારતના ઓપનર શુબમેન ગિલને (Shubman Gill) શિનમાં (ઘૂંટણની નીચે પગના આગળના ભાગને) ગંભીર ઈજા પહોંચી હતી, જેના કારણે તે ભારત પાછો ફર્યો છે. જે બાદ સ્ટેન્ડબાય ઝડપી બોલર આવેશ ખાન પણ પ્રેક્ટિસ મેચમાં આંગળીઓને ઈજા થવાને કારણે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.


આ પણ વાંચો:- Tokyo Olympics: સામે આવ્યો ટીમ ઈન્ડિયાનો આખો કાર્યક્રમ, જાણો કયારે મેદાન પર ઉતરશે તમારા પસંદગીના ખેલાડી


હવે ટીમ ઈન્ડિયા માટે બીજા ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર (Washington Sundar) પણ ઘાયલ થયો છે. જેના કારણે તે ઇંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે.


આ પણ વાંચો:- Ind vs SL: ત્રીજી વનડે માટે ટીમ ઈન્ડિયામાં થશે 4 મોટા ફેરફારો! આ ખેલાડીઓની ખુલશે કિસ્મત


ENG vs IND: ઈંગ્લેન્ડે પ્રથમ બે ટેસ્ટ માટે ટીમ કરી જાહેર, સ્ટાર ખેલાડીઓની વાપસી


તમને જણાવી દઈએ કે આ પહેલા ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ઉપ-કેપ્ટન અજિંક્ય રહાણે પણ કેટલીક સમસ્યાઓના કારણે આ પ્રેક્ટિસ મેચમાં રમી શક્યા નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube