હક્કા બક્કા થઈ ગયા રવિન્દ્ર જાડેજા, ખબર જ ના પડી કેવી રીતે ગઈ વિકેટ
Ravindra Jadeja Wicket: રવિન્દ્ર જાડેજા પોતાની ડેબ્યૂ મેચ રમી રહેલા ટોડ મર્ફીના હાથે બોલ્ડ થયા હતા. રવિન્દ્ર જાડેજા ઓફ સ્પિનર મર્ફીનો બોલ સમજી શક્યા નહોતા. તેમને આશા હતી કે બોલ પડ્યા પછી મર્ફી ટર્ન કરશે. જાડેજા પોતાનું બેટ ઉપાડે છે. પરંતુ બોલ પડ્યા બાદ સીધો રહ્યો અને ઓફ સ્ટમ્પ પર અથડાયો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુર ટેસ્ટના ત્રીજા દિવસે ગેમ શરૂ થઈ ગઈ છે. બીજા દિવસે ભારતીય ટીમનો સ્કોર 7 વિકેટે 321 રન હતો. અક્ષર પટેલ રવિન્દ્ર જાડેજા સાથે ક્રિસ પર હતો. બંને બેટ્સમેનોએ ફિફ્ટી રન્સ માર્યા હતા. જાડેજા 66 અને અક્ષર 52 રને રમી રહ્યા હતા. ટીમને ત્રીજા દિવસે સારી શરૂઆતની અપેક્ષા હતી. પરંતુ આ થઈ શક્યું નહીં. રવિન્દ્ર જાડેજા દિવસની 5મી ઓવરમાં સ્પિનરોની તરફેણની પીચ પર આઉટ થઈ ગયો હતો.
ના સમજી શક્યા મર્ફીની બોલ
રવિન્દ્ર જાડેજા પોતાની ડેબ્યૂ મેચ રમી રહેલા ટોડ મર્ફીના હાથે બોલ્ડ થયા હતા. રવિન્દ્ર જાડેજા ઓફ સ્પિનર મર્ફીનો બોલ સમજી શક્યા નહોતા. તેમને આશા હતી કે બોલ પડ્યા પછી મર્ફી ટર્ન કરશે. જાડેજા પોતાનું બેટ ઉપાડે છે. પરંતુ બોલ પડ્યા બાદ સીધો રહ્યો અને ઓફ સ્ટમ્પ પર અથડાયો.
આ પણ વાંચો: LIC ની પોલિસીથી દેશભરમાં ધૂમ, 15 દિવસમાં વેંચાઈ ગઈ 50 હજારથી વધુ પોલિસી
આ પણ વાંચો: માત્ર 22 હજારમાં ખરીદી લો iPhone 12, મહાલૂટમાં લોકો કરી રહ્યા છે પડાપડી
આ પણ વાંચો: Insurance Policy લીધી છે તો આ નિયમો જાણી લેજો, ક્લેમ સેટલમેન્ટમાં નહી પડે ડખા
રવિન્દ્ર જાડેજાએ 70 રનની શાનદાર ઈનિંગ રમીને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. જાડેજાએ 185 બોલની ઈનિંગમાં 9 ચોગ્ગા ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં જાડેજાની આ બીજી સૌથી મોટી ઈનિંગ છે. 2019માં તેણે સિડની ટેસ્ટમાં 81 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: ભીંડાનું પાણી પણ સ્વાસ્થ્ય માટે છે વરદાન, કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરમાં મળે છે રાહત
આ પણ વાંચો: મા લક્ષ્મી ઘરમાં કરશે પૈસાનો વરસાદ, માત્ર આ જાપથી ભરાશે ધનના ભંડાર
આ પણ વાંચો: તમારો સ્માર્ટફોન હેક તો નથી થઈ રહ્યો ને! જાણી લેજો આ ટ્રીક નહીં તો ભરાઈ પડશો
રવીન્દ્ર જાડેજાએ અક્ષર પટેલ સાથે 8મી વિકેટ માટે 88 રનની ભાગીદારી કરી હતી. આ મેચમાં અત્યાર સુધીની આ સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા માટે સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેને ત્રીજી વિકેટ માટે 82 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્મા અને કેએલ રાહુલની ઓપનિંગમાં ભારત માટે 76 રન જોડ્યા હતા.
5 વિકેટ લેનારા સૌથી યુવા ઑસ્ટ્રેલિયન
ટોડ મર્ફી ટેસ્ટ મેચની એક ઈનિંગમાં 5 વિકેટ લેનારો સૌથી યુવા ઓસ્ટ્રેલિયન સ્પિનર બન્યો છે. તેણે 22 વર્ષ અને 87 દિવસની ઉંમરમાં આ કરી બતાવ્યું છે. 1881/82માં જોય પામરે 22 વર્ષ અને 360 દિવસની ઉંમરે 5 વિકેટ લીધી હતી. મહાન શેન વોર્ને 23 વર્ષ અને 108 દિવસની ઉંમરે પ્રથમ વખત ટેસ્ટ ઈનિંગ્સમાં 5 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: ભારતમાં મોટા પરિવાર માટે 7 સીટર કાર ખરીદનારાઓની આ 10 કાર છે ફેવરિટ
આ પણ વાંચો: ફ્લેટની ચાવી આપી દીધા બાદ પણ બિલ્ડરના કામ અધૂરા હોય તો? SC એ આપ્યો મોટો ચૂકાદો
આ પણ વાંચો: સુલતાનોને ખુશ કરવા પતંગિયા જેવી પરીઓ રહેતી તૈયાર, ઇચ્છે તેની રાત વિતાવે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube