Champions Trophy: બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT) સમાપ્ત થયા પછી દરેકનું ફોક્સ હવે ફેબ્રુઆરીમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી પર છે. ભારતીય ટીમ પાસે વધુ એક ICC ટ્રોફી જીતવાની તક, વાતાવરણ અને પ્લેટફોર્મ બધુ જ હશે. રોહિત-કોહલીની આલોચના વચ્ચે ફેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની ટીમને જાણવા ઉત્સુક છે. મેગા ઈવેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ક્યારે કરવામાં આવશે તેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે શરૂ થશે ચેમ્પિયન્સ ટ્રોફી?
ચેમ્પિયન્સ ટ્રોફી 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને ફાઈનલ 9મી માર્ચે રમાશે. ઘણા સમયથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વચ્ચે હોસ્ટિંગને લઈને તણાવ ચાલી રહ્યો હતો. પરંતુ અંતે ICCએ તેને હાઇબ્રિડ મોડલ પર આયોજિત કરવાનું વલણ અપનાવ્યું.


વાદળોની વચ્ચે ટ્રેનની મુસાફરી કરવા થઈ જાવ તૈયાર, આ છે વિશ્વના સૌથી ઉંચા રેલવે બ્રિજ


ક્યારે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત?
ચેમ્પિયન્સ ટ્રોફી નજીક આવી રહી છે ત્યારે તમામ ટીમો તૈયારીઓમાં વ્યસ્ત છે. ભારતીય ટીમ 22 ફેબ્રુઆરીથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ 12 જાન્યુઆરી સુધીમાં ટૂર્નામેન્ટ માટેની તમામ ટીમોની જાહેરાત કરવામાં આવનાર છે. આઈસીસીના એક અધિકારીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું છે કે, તમામ ટીમોએ 12 જાન્યુઆરી સુધીમાં તેમની પ્રોવિઝનલ ટીમ સબમિટ કરવી પડશે. તમામ બોર્ડ પાસે સ્ક્વોડમાં બદલાવ કરવા માટે લગભગ એક મહિનાનો સમય મળશે. 13 ફેબ્રુઆરી સુધી ટીમમાં ફેરફાર થઈ શકે છે.


ટીમ ઈન્ડિયાની જાહેરાત ક્યારે થશે?
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ICC 13 ફેબ્રુઆરી સુધી ચેમ્પિયન્સ ટ્રોફી માટે તમામ ટીમો પર સ્ટેમ્પ લગાવશે. ભારતીય ટીમની જાહેરાત 12 જાન્યુઆરી સુધીમાં કરવામાં આવશે. ફેન્સ એ જાણવા ઉત્સુક છે કે ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં કેવું પ્રદર્શન કરશે?


એક દિવસનો પગાર 48 કરોડ... કોણ છે વિશ્વમાં સૌથી વધુ સેલેરી લેનાર આ ભારતીય? જાણો


ચેમ્પિયન્સ ટ્રોફી માટે સંભવિત ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ.