નવી દિલ્હીઃ ક્રિકેટને ભારત સહિત દુનિયામાં પસંદ કરવામાં આવે છે. ક્રિકેટર્સને પણ લોકો ખુબ પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કો મેચ દરમિયાન ખેલાડી જે જર્સી પહેરે છે તેના પર લખેલો નંબર તેને કઈ રીતે મળે છે. તમને જણાવી દઈએ કે ક્રિકેટર્સને જર્સી કે ટી-શર્ટ નંબર આપવામાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની કોઈ ભૂમિકા હોતી નથી. ભારત સહિત બધા દેશોના ક્રિકેટર પોતાની જર્સી કે ટી-શર્ટનો નંબર ખુદ પસંદ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અને દેશના સંબંધિત બોર્ડ દ્વારા આ અંગે કોઈ ગાઇડલાઇન જારી કરવામાં આવી નથી, પરંતુ ખેલાડીઓએ ધ્યાનમાં રાખવું પડશે કે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ બે ખેલાડીઓની નંબર એક સરખ ન હોઈ શકે. હાલમાં ભારતીય ટીમના વિરાટ કોહલીની જર્સી નંબર 18, ધોનીની જર્સી નંબર 7 અને રોહિત શર્માની જર્સી નંબર 45 છે. સચિન તેંડુલકરની જર્સીની વાત કરીએ તો તેનો નંબર 10 હતો.


આ પણ વાંચોઃ IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સનો મોટો નિર્ણય, હાર્દિક પંડ્યાને બનાવ્યો ટીમનો કેપ્ટન


મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મદિવસ 7 જુલાઈએ આવે છે, તેથી તેણે જર્સી પર 7 નંબર પસંદ કર્યો હતો. ધોનીને ફૂટબોલ ખુબ પસંદ છે અને તેના પસંદગીના ખેલાડી રોનાલ્ડોનો જર્સી નંબર પણ 7 છે. 


સચિન તેંડુલકરે પોતાની જર્સીનો નંબર ખુબ પસંદ કર્યો હતો, કારણ કે તે તેના માટે ભાગ્યશળી હતો. એક ઈન્ટરવ્યૂ દરમિયાન સચિને જણાવ્યું હતું કે તેની સરનેમ (તેંડુલકર) માં 10 નંબર આવે છે, તેથી તેણે પોતાની જર્સી કે ટી-શર્ટ માટે 10 નંબર પસંદ કર્યો હતો.


તો વિરાટ કોહલીએ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તે 18 નંબરની જર્સી પહેરીને પોતાને ભાગ્યશાળી માને છે. કારણ કે તેના પિતાનું 18 ડિસેમ્બર 2006ના રોજ અવસાન થયું હતું. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે 18 નંબરની ટી-શર્ટ પહેર્યા બાદ તેને લાગે છે કે તેના પિતા તેની આસપાસ છે. કોહલી અંડર-19 દિવસથી આ 18 નંબરની જર્સી પહેરે છે.


આ પણ વાંચોઃ ધોનીને બિહારી કહેવાથી લઈને સેહવાગને ગળાથી પકડવા સુધી, ડ્રેસિંગ રૂમના 5 કિસ્સા


જ્યારે રાહુલ દ્રવિડના કિસ્સામાં, વસ્તુઓ થોડી બદલાઈ ગઈ હતી. વાસ્તવમાં, તેના કરિયરના શરૂઆતના દિવસોમાં તેણે જર્સી નંબર 5 પસંદ કર્યો હતો, પરંતુ લગ્ન પછી તેણે નંબર બદલીને 19 કરી દીધો. કારણ કે તે માનતો હતો કે તેની પત્ની તેના માટે ખૂબ જ લકી છે અને તેનો જન્મદિવસ પણ આ દિવસે આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube