ધોનીને બિહારી કહેવાથી લઈને સેહવાગને ગળાથી પકડવા સુધી, જાણો ભારતીય ક્રિકેટ ડ્રેસિંગ રૂમના 5 ન સાંભળેલા કિસ્સા

ભારતમાં ક્રિકેટ પ્રત્યે લોકોની દીવાનગી એટલી વધુ છે કે તેની તુલના કોઈ અન્ય સાથે કરવી મુશ્કેલ છે. ફેન્સ હંમેશા પોતાના પસંદગીના ક્રિકેટરોને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમ પહોંચે છે. માત્ર ખેલાડીઓના પ્રદર્શન જ નહીં ફેન્સ ક્રિકેટરોની પર્સનલ લાઇફ પર પણ ધ્યાન રાખે છે. ભારતીય ક્રિકેટરોની ફેન્ડ ફોલોઇંગ પણ ખુબ છે.

ધોનીને બિહારી કહેવાથી લઈને સેહવાગને ગળાથી પકડવા સુધી, જાણો ભારતીય ક્રિકેટ ડ્રેસિંગ રૂમના 5 ન સાંભળેલા કિસ્સા

નવી દિલ્હીઃ ભારતમાં ક્રિકેટ પ્રત્યે દીવાનગી ખુબ જોવા મળે છે. ફેન્સ હંમેશા પોતાના પસંદગીના ક્રિકેટર્સને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમ પહોંચે છે. માત્ર પરફોર્મંસ નહીં, પરંતુ ફેન્સ ભારતીય ખેલાડીઓની પર્સનલ લાઇફને નજીકથી જાણવા માટે બેતાબ રહે છે. 

પછી વાત ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની હોય કે પછી વિરાટ કોહલીની, ફેન્સ આ સ્ટાર્સની એક ઝલક જોવા માટે હંમેશા ઉત્સુક રહે છે. ક્રિકેટ મેચમાં ખેલાડીઓને ડ્રેસિંગ રૂમથી બહાર નિકળતા જોઈ શકાય છે. 

પરંતુ મેચ હાર્યા બાદ અને જીત્યા બાદ ડ્રેસિંગ રૂમનો માહોલ કેલો વહે છે, તે ખેલાડી જ સારી રીતે જાણે છે. ડ્રેસિંગ રૂમ સાથે જોડાયેલા ઘણા કિસ્સા ખેલાડી હંમેશા ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવે છે. તેવામાં અમે તમને આજે એવા પાંચ કિસ્સા વિશે જણાવીશું જેને જાણીને તમે પણ ચોકી જશો. 

1. ધોનીને ડ્રેસિંગ રૂમમાં બિહારી કહીને ચીડવવામાં આવ્યો
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને  સમગ્ર દેશમાંથી ઘણું સન્માન અને પ્રેમ મળે છે, એક સમય એવો હતો જ્યારે શરૂઆતના દિવસોમાં ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં તેને ચીડવતા હતા. તેના સાથી ખેલાડીઓ ધોનીને બિહારી કહીને ચીડવતા હતા.

યુવરાજ સિંહ હંમેશા કહેતો હતો કે ચોગ્ગા-છગ્ગા ફટકારવા કોઈ મોટી વાત નથી, પરંતુ મેચ જીતાડવી સૌથી મોટી વાત છે, પરંતુ ધોનીએ જ્યારે એક બાદ એક વિનિંગ ઈનિંગ શરૂ કરી તો યુવરાજે કહ્યું કે ખેલાડીની અસલી પરીક્ષા ટેસ્ટમાં થાય છે વનડેમાં નહીં. ત્યારબાદ માહીએ એક દિવસ યુવીને પૂછી લીધુ કે આ બધુ તો ઠીક છે, પરંતુ તે જણાવ કે તું હંમેશા નારાજ કેમ રહે છે. ત્યારબાદ બંનેની મિત્રતામાં વિવાદો શરૂ થયા હતા.

2. જ્યારે કોચ જોન રાઇટે વીરૂનું ગળું પકડ્યું
જોન રાઇટે વર્ષ 2002ની ટ્રોફી દરમિયાન વીરેન્દ્ર સેહવાગનું ડ્રેસિંગ રૂમમાં ગળું પકડ્યું હતું. વીરૂ મેચમાં ખરાબ શોટ ફટકારી આઉટ થયો હતો, જેથી કોચ ગુસ્સામાં હતા. 

3. જ્યારે ટીમમાં ગાંગુલીની ઉડાવવામાં આવી હતી મજાક
ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમમાં એકવાર જ્યારે સૌરવ ગાંગુલી આવ્યો અને તેણે જોયું કે ટીમ ગુસ્સામાં બેઠી છે. ટીમનો ગુસ્સો તેની કોમેન્ટ્સ પર હતો જે કોઈ અખબારે છાપી હતી. ગાંગુલીએ ખેલાડીઓને કહ્યું કે આ બધુ ખોટું છે. 

તેણે આવું કંઈ કહ્યું નથી, તો એટલામાં નારાજ થઈને હરભજન સિંહ અને આશીષ નેહરા ડ્રેસિંગ રૂમ છોડી દે છે. તેના પર ગાંગુલી ભાવુક થઈ જાય છે અને કેપ્ટનશિપ છોડવાની વાત કરે છે. ત્યારબાદ રાહુલ દ્રવિડ કહે છે કે ટીમ એપ્રિલ ફૂલ બનાવી રહી છે. આ સાંભળતા દાદા બેટ ઉઠાવી બધાને ડ્રેસિંગ રૂમની બહાર કાઢે છે. 

4. જ્યારે કપિલ દેવે ડોન દાઉદ ઇબ્રાહિમને ડ્રેસિંગ રૂમમાંથી બહાર કાઢ્યો
ભારતે 1983માં કપિલ દેવની આગેવાનીમાં તેનો પ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો. એક ઘટના કપિલ દેવ સાથે જોડાયેલી છે જ્યારે તેણે 1987માં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ડ્રેસિંગ રમમાંથી બહાર કાઢી મુક્યો હતો. તેણે પોતે આ વાતનો ખુલાસો કર્યો અને કહ્યું કે શારજાહમાં એક મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં એક વ્યક્તિ તેની પાસે આવ્યો હતો અને ખેલાડીઓ સાથે વાત કરવા માંગતો હતો.

પરંતુ કપિલ દેવે તેમને તરત જ નીકળી જવા કહ્યું, કારણ કે બહારના લોકોને ડ્રેસિંગ રૂમમાં પ્રવેશવાની મંજૂરી નહોતી. તેણે વધુમાં જણાવ્યું કે તે બોમ્બેનો સ્મગલર હતો અને તેનું નામ દાઉદ ઈબ્રાહીમ હતું. તેણે કહ્યું હતું કે જો તમે ટૂર્નામેન્ટ જીતશો તો હું દરેક ખેલાડીને ટોયોટા કાર આપીશ.

5. જ્યારે સચિન તેંડુલકરે નિરાશ ટીમમાં ભર્યો જોશ
વર્ષ 02003ના વિશ્વકપમાં ટીમ ઈન્ડિયાની ખરાબ શરૂઆત બાદ ખેલાડીઓનું મનોબળ તૂટી ગયું હતું. બધા ખેલાડીઓ નિરાશ હતા. આ તકે મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને એવું ભાષણ આપ્યું કે દરેક ખેલાડીમાં નવો જોશ ભરાયો અને ટીમ ઈન્ડિયા સતત આઠ મેચ જીતીને ફાઈનલમાં પહોંચી હતી. પરંતુ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news