IPL 2020: હરિયાણાના સીહીથી શારજાહની ધમાલ સુધી... જાણો, કોણ છે રાહુલ તેવતિયા
IPL 2020: રાજસ્થાન રોયલ્સને શારજાહમાં પંજાબ વિરુદ્ધ અંતિમ ત્રણ ઓવરોમાં જીત માટે 51 રનની જરૂર હતી. ત્યારે રાહુલ તેવતિયાએ ઈનિંગની 18મી ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર શેલ્ડન કોટ્રેલની ધોલાઈ કરી. તેણે તે ઓવરમાં 5 સિક્સ ફટકારી.
નવી દિલ્હીઃ ઓલરાઉન્ડર રાહુલ તેવતિયા વિશે તમે પહેલા સાંભળ્યું તો હશે પરંતુ રવિવારે IPL-2020ની 9મી મેચમાં રમેલી તોફાની ઈનિંગ બાદ તે એક જાણીતુ નામ બની ગયો છે. શારજાહમાં રવિવારે રાજસ્થાન રોયલ્સના આ ખેલાડીએ કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ દમદાર ઈનિંગ રમી હતી. તેણે 31 બોલ પર 7 છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા અને રાજસ્થાન રોયલ્સની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
હરિયાણાનો આ ક્રિકેટર આઈપીએલ માટે ઘણી ટીમોમાં રમી ચુક્યો છે. તેણે જે ઈનિંગ રમી, તે આઈપીએલના ઈતિહાસની સર્વશ્રેષ્ઠ ઈનિંગમાં સામેલ થઈ ગઈ છે. તેની ઈનિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે રેકોર્ડ 224 રનના લક્ષ્યને હાસિલ કરી લીધો હતો.
કિંગ્સ ઇલેવન પંજાબે મયંક અગ્રવાલ (106)ની શાનદાર સદી અને કેપ્ટન રાહુલ (69)ની સાથે 183 રનની ઓપનિંગ ભાગીદારીની મદદથી 20 ઓવરોમાં 223 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો પરંતુ રાજસ્થાને ચાર વિકેટથી મેચ જીતી લીધી હતી. રાજસ્થાન માટે સંજૂ સેમસન (85), કેપ્ટન સ્ટીવ સ્મિથ (50) અને રાહુલ તેવતિયા (52)એ અડધી સદી ફટકારી હતી.
IPLમા રોહિત શર્મા બનાવશે મોટો રેકોર્ડ, આજે પૂરા કરી શકે છે 5 હજાર રન
પંજાબના કેપ્ટન રાહુલે સ્વીકાર્યું કે મેચ તેની પકડમાં હતી પરંતુ તેવતિયાની ઈનિંગે તેને છીનવી લીધી. પરંતુ તેવતિયાની ઈનિંગની શરૂઆત ખુબ ધીમી હતી. શરૂાતમાં તે બોલને બેટથી હિટ કરી શક્યો નહીં. સોશિયલ મીડિયા પર લોકો તેની ટીકા પણ કરવા લાગ્યા હતા.
રાજસ્થાન રોયલ્સને અંતિમ ત્રણ ઓવરોમાં જીત માટે 51 રનની જરૂર હતી. ત્યારે તેવતિયાએ ઈનિંગની 18મી ઓવરમાં વિન્ડિઝના બોલર શેલ્ડન કોટ્રેલની ધોલાઈ કરી હતી. તેણે એક ઓવરમાં 5 છગ્ગા ફટકાર્યા. તેણે આઈપીએલના ઈતિહાસમાં એક ઓવરમાં સૌથી વધુ સિક્સ ફટકારવાના રેકોર્ડની બરોબરી કરી. આ રેકોર્ડ પહેલા ક્રિસ ગેલના નામે હતો.
તેવતિયા મેચ પૂરી ન કરી શક્યો અને તે 19મી ઓવરમાં 31 બોલ પર 53 રન બનાવી આઉટ થઈ ગયો હતો. તેણે 7 સિક્સ ફટકારી હતી. તે આઉટ થયો ત્યારે રાજસ્થાનની જીત પાક્કી થઈ ગઈ હતી. રાહુલ મેન ઓફ ધ મેચ ન રહ્યો પરંતુ તેણે પ્રભાવી ઈનિંગ રમી હતી.
RCB vs MI Playing XI Predection: આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે બંન્ને ટીમો
કોણ છે રાહુલ તેવતિયા
જન્મ- 20 મે 1993, સીહી હરિયાણા
ઉંમર- 27 વર્ષ
બેટિંગ સ્ટાઇલ- ડાબા હાથનો બેટ્સમેન
બોલિંગ સ્ટાઇલ- ડાબા હાથનો સ્પિન બોલર
ફર્સ્ટ ક્લાસ રેકોર્ડ
મેચ 7, રન 190, સર્વોચ્ચ સ્કોર- 35 રન, વિકેટ- 17
લિસ્ટ એ રેકોર્ડ- મેચ 21, રન- 484, સર્વોચ્ચ સ્કોર-91*, વિકેટ- 27
ટી20 રેકોર્ડ- મેચ- 50, રન- 691, સર્વોચ્ચ સ્કોર- 59*, વિકેટ- 33
આઈપીએલમાં રેકોર્ડ
પોતાની પ્રથમ મેચ 2014મા રાજસ્થાન રોયલ્સ માટે રમી અને પછી કિંગ્સ ઇલેવન પંજાબ સાથે ટ્રેડ કર્યો. આગામી આઈપીએલ 2017મા રમ્યો અને પછી દિલ્હી કેપિટલ્સ માટે 2018મા રમ્યો. ત્યારબાદ બીજીવાર રાજસ્થાન રોયલ્સ માટે તેને ટ્રેડ કર્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube