T20 કેપ્ટનને લઈને BCCIમાં ચર્ચા, શું હાર્દિક પંડ્યાને નહીં મળે કેપ્ટનશીપ? તો જાણો કોણ છે દાવેદાર
Team India T20 Captain: ટી20 ફોર્મેટમાં રોહિત શર્માનું ઉત્તરાધિકારી કોણ હશે? જાણો ટી20 ટીમની આગેવાની હાર્દિકને નહીં તો કોને મળી શકે છે?
Team India T20 Captain: ટી20 વિશ્વકપ 2024 બાદ રોહિત શર્માએ ક્રિકેટના સૌથી નાના ફોર્મેટને અલવિદા કહી દીધું છે. તેવામાં ટીમ ઈન્ડિયા નવો કેપ્ટન શોધી રહી છે અને આ મામલામાં હાર્દિક પંડ્યાને કમાન મળે તેવી સંભાવના છે. પરંતુ પરિસ્થિતિ જેટલી સરળ દેખાય છે, એટલી છે નહીં કારણ કે બીસીસીઆઈ માટે અચાનક નિર્ણય લેવો એક મુશ્કેલ કામ લાગી રહ્યું છે. હવે સવાલ ઉઠે છે કે જો હાર્દિક નહીં તો ટી20 ટીમની કમાન કોને સોંપવામાં આવે?
કેમ હાર્દિકને નહીં મળે કમાન?
ધ ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર BCCI અને પસંદગી સમિતિમાં હાજર લોકો, કેપ્ટન કોને બનાવવામાં આવે, તે વાતને લઈને એકમત નથી. તેનું મુખ્ય કારણ છે હાર્દિક પંડ્યાની ફિટનેસ. હાર્દિક આ સમયે ટીમ ઈન્ડિયાનો સૌથી મહત્વપૂર્ણ ઓલરાઉન્ડર છે, અને તેણે ટી20 વિશ્વકપમાં બેટથી 144 રન અને બોલિંગમાં 11 વિકેટ ઝડપી હતી.
હાર્દિકની ફિટનેસ ચિંતાનો વિષય એટલો ગંભીર છે કે તે 2018 બાદ ટેસ્ટ ક્રિકેટ રમ્યો નથી. ત્યાં સુધી કે નિર્ધારિત ઓવરોની રમતમાં પણ તેના વર્કલોડ પર ખુબ ધ્યાન આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે વનડે વિશ્વકપ 2023માં પણ હાર્દિક ઈજાને કારણે બહાર થઈ ગયો હતો. હાર્દિકની ફિટનેસને જોતા તેને ટી20 ટીમની કમાન ન મળે તેવું બની શકે છે.
આ પણ વાંચોઃ બેટ્સમેનમાં આવી યુવરાજની આત્મા! 12 બોલમાં 61 રન બાકી હતા, 11 બોલમાં ઉંચું મુકી દીધું
હાર્દિક નહીં તો કોણ?
BCCI ના એક સૂત્રએ જણાવ્યું કે હાર્દિકની કેપ્ટનશિપને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી, તેથી સૂર્યકુમાર યાદવના નામ પર પણ ચર્ચા થઈ છે. કહેવામાં આવ્યું કે સૂર્યાએ ટીમની કમાન સંભાળી હતી, ત્યારે કેટલાક ઉચ્ચ અધિકારી તેનાથી પ્રભાવિત થયા હતા. આ રિપોર્ટમાં તે પણ સામે આવ્યું છે કે કેપ્ટનને પસંદ કરવામાં ગંભીરનો મત મહત્વનો રહી શકે છે. મહત્વનું છે કે જલ્દી ચીફ સિલેક્ટર અજીત અગરકર અને ગૌતમ ગંભીરની બેઠક થવાની છે, જેમાં શ્રીલંકાના પ્રવાસે જનારી ટીમને લીલી ઝંડી આપવામાં આવી શકે છે.
હાર્દિક અને સૂર્યકુમારનો કેપ્ટનશિપ રેકોર્ડ
હાર્દિકે વર્ષ 2022માં પ્રથમવાર ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. ત્યારબાદ તે 16 ટી20 મુકાબલામાં ટીમને લીડ કરી ચૂક્યો છે, જેમાંથી 10 વખત જીત મળી છે. બીજીતરફ સૂર્યાને અત્યાર સુધી સાત વખત ટીમની આગેવાની કરવાની તક મળે છે, જેમાં પાંચ વખત ટીમ ઈન્ડિયાનો વિજય થયો છે.