Video Viral: બેટ્સમેનમાં આવી યુવરાજની આત્મા! 12 બોલમાં 61 રન બાકી હતા, 11 બોલમાં જ ઉંચું મુકી દીધું

Video Viral: છોતરા કાઢી નાખ્યા! છેલ્લી બે ઓવરમાં 61 રનની જરૂર હતી. ગગનચુંબી છગ્ગાઓની વણઝારથી એક બોલ બાકી રાખીને જ ટીમે જીતી લીધો મુકાબલો.

Video Viral: બેટ્સમેનમાં આવી યુવરાજની આત્મા! 12 બોલમાં 61 રન બાકી હતા, 11 બોલમાં જ ઉંચું મુકી દીધું

Video Viral: ભારતના વિસ્ફોટક બેટ્સમેન યુવરાજ સિંહે એક ઓવરમાં 6 છગ્ગા ફટકારી 36 રન બનાવ્યા હતા. અહીં ટીમે એક ઓવરમાં 41 રન અને 2 ઓવરમાં કુલ 61 રન બનાવીને મેચ જીતી લીધી હતી. કદાચ તેથી જ ક્રિકેટને અનિશ્ચિતતાઓની રમત કહેવામાં આવે છે. બેટસમેનોએ બોલરોના છોતરા કાઢી નાખ્યા હતા. 

એટલે જ ક્રિકેટને અનિશ્ચિતતાઓની રમત કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે છેલ્લો બોલ ફેંકવામાં આવે ત્યાં સુધી મેચમાં કંઈપણ થઈ શકે છે, પરંતુ કેટલીકવાર એવી ઘટનાઓ બની જાય છે જેની ભાગ્યે જ કોઈએ કલ્પના કરી હશે. હવે ઓસ્ટ્રિયા અને રોમાનિયા વચ્ચે રમાયેલી મેચને જ લઈ લો. મેચમાં ઓસ્ટ્રિયા ક્રિકેટ ટીમને જીતવા માટે છેલ્લી બે ઓવરમાં 61 રન બનાવવાના હતા અને તેણે જીત મેળવી છે. તેણે એક બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. આ દરમિયાન એક ઓવરમાં 41 રન બનાવ્યા હતા.

ઑસ્ટ્રિયન ક્રિકેટ ટીમે ECI T10 રોમાનિયા 2024 ની મેચમાં બુકારેસ્ટમાં રોમાનિયા સામે આ સિદ્ધિ હાંસલ કરી હતી. મેચની છેલ્લી બે ઓવરમાં 61 રનના અકલ્પનીય લક્ષ્યાંકને હાંસલ કરીને યજમાન ટીમને 7 વિકેટે હરાવ્યું હતું. અહીં જે રીતે રન બનાવાયા તેની ભાગ્યે જ કોઈએ કલ્પના પણ કરી હશે. મેચ 10-10 ઓવરની હતી અને 8 ઓવર સુધી યજમાન ટીમ જીતી રહી હતી.

માત્ર 2 ઓવરમાં 61 રન બનાવ્યા-
બુકારેસ્ટમાં ઓસ્ટ્રિયાએ રોમાનિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. રોમાનિયાના વિકેટકીપર એરિયન મોહમ્મદના શાનદાર પ્રદર્શન બાદ ઓસ્ટ્રિયાએ 10 ઓવરમાં 168 રનનો પહાડ બનાવ્યો હતો. આર્યને (104 રન, 39 બોલ, 11 ચોગ્ગા, 8 છગ્ગા) વિસ્ફોટક બેટિંગ કરતા અણનમ સદી ફટકારી હતી, જ્યારે ઓપનર મોહમ્મદ મોઇઝે 14 બોલમાં 42 રન બનાવ્યા હતા.
 

— European Cricket (@EuropeanCricket) July 15, 2024

 

2 ઓવરમાં ગેમ બદલાઈ-
રન ચેઝ દરમિયાન ઓસ્ટ્રિયાએ 8 ઓવરમાં 3 વિકેટે 107 રન બનાવ્યા હતા અને તે મુશ્કેલ પરિસ્થિતિમાં હતી. છેલ્લી બે ઓવરમાં જીતવા માટે હજુ 61 રન બાકી હતા, પરંતુ આકિબ ઈકબાલે રમતને ઓસ્ટ્રિયાની તરફેણમાં ફેરવી દીધી. મનમીત કોલીએ તેની બે ઓવરમાં 57 રન અને મેચની છેલ્લી ઓવરમાં 41 રન આપ્યા હતા. જેમાં 9 વધારાના હતા. ઇમરાન આસિફ અને આકિબ ઇકબાલે ત્યાર બાદ ચમિકા ફર્નાન્ડોને બોલ આપ્યો હતો. અંતિમ ઓવરમાંથી 20 રનની જરૂર હતી. મેચ વિનિંગ ઇનિંગ્સમાં કેપ્ટન ઇકબાલે 19 બોલમાં અણનમ 72 રન બનાવ્યા હતા. ઈમરાન આસિફે અણનમ 12 બોલમાં 22  અને ઓપનર કરનીર સિંહે  13 બોલમાં 30  રન બનાવી ઓસ્ટ્રિયાને સારી શરૂઆત અપાવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news