Women`s T20 World Cup: 10 ટીમો વચ્ચે 23 મેચ, પાક સામે ભારતની ટક્કર, જાણો મહિલા ટી20 વિશ્વકપનો કાર્યક્રમ
Women`s T20 World Cup 2023 Schedule: મહિલા ટી20 વિશ્વકપ 2023ની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. 10 ફેબ્રુઆરીથી 10 ટીમો વચ્ચે દક્ષિણ આફ્રિકામાં ટૂર્નામેન્ટ રમાશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાકિસ્તાન વિરુદ્ધ પોતાની પ્રથમ મેચ રમશે. જાણો ટૂર્નામેન્ટનો સંપૂર્ણ કાર્યક્રમ...
કેપટાઉનઃ મહિલા ટી20 વિશ્વકપ 2023ની શરૂઆત 10 ફેબ્રુઆરીથી થવાની છે. 2009માં શરૂ થયેલી આ ટૂર્નામેન્ટની આઠમી એડિશન આફ્રિકામાં રમાશે. દક્ષિણ આફ્રિકાની યજમાનીમાં શરૂ થનાર વિશ્વકપમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. ટીમોને બે ગ્રુપમાં વિભાજીત કરવામાં આવી છે. ગ્રુપ એમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાની ટીમો છે. ગ્રુપ બીમાં ઈંગ્લેન્ડ, ભારત, આયર્લેન્ડ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ છે. 10 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે મહિલા ટી20 વિશ્વકપની પ્રથમ મેચ રમાશે. 26 ફેબ્રુઆરીએ કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફાઇનલ મેચ રમાશે.
ભારત અને પાકિસ્તાનનો મુકાબલો
ભારતીય મહિલા ટીમ પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન વિરુદ્ધ કરશે. આ મેચ કેપટાઉનમાં રમાશે. 12 ફેબ્રુઆરીએ ભારતીય સમયાનુસાર સાંજે 6.30 કલાકે મેચની શરૂઆત થશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયાની ટક્કર 15 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ, 18 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ અને 20 ફેબ્રુઆરીએ આયર્લેન્ડ સામે થશે.
આ પણ વાંચોઃ WPL 2023: ગુજરાતની 16 દીકરી સાચી લક્ષ્મી બની, ક્રિકેટમાં મહેનત ફળી, હવે કરશે કમાણી
ભારતીય ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, ઋચા ઘોષ, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રેણુકા ઠાકુર, અંજલિ સરવાણી, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે.
મહિલા ટી20 વિશ્વકપ 2023નો કાર્યક્રમ
તારીખ | મેચ | સમય (IST) |
10 ફેબ્રુઆરી | દક્ષિણ આફ્રિકા vs શ્રીલંકા | 10:30 p.m. |
11 ફેબ્રુઆરી | વેસ્ટ ઈન્ડિઝ vs ઈંગ્લેન્ડ | સાંજે 6:30 કલાકે |
11 ફેબ્રુઆરી | ઓસ્ટ્રેલિયા vs ન્યુઝીલેન્ડ | 10:30 p.m. |
12 ફેબ્રુઆરી | ભારત vs પાકિસ્તાન | સાંજે 6:30 કલાકે |
12 ફેબ્રુઆરી | બાંગ્લાદેશ vs શ્રીલંકા | 10:30 p.m. |
ફેબ્રુઆરી 13 | આયર્લેન્ડ vs ઇંગ્લેન્ડ | સાંજે 6:30 કલાકે |
ફેબ્રુઆરી 13 | દક્ષિણ આફ્રિકા vs ન્યુઝીલેન્ડ | 10:30 p.m. |
14 ફેબ્રુઆરી | ઓસ્ટ્રેલિયા vs બાંગ્લાદેશ | 10:30 p.m. |
15 ફેબ્રુઆરી | ભારત vs વેસ્ટ ઈન્ડિઝ | સાંજે 6:30 કલાકે |
15 ફેબ્રુઆરી | પાકિસ્તાન vs આયર્લેન્ડ | 10:30 p.m. |
16 ફેબ્રુઆરી | શ્રીલંકા vs ઓસ્ટ્રેલિયા | 10:30 p.m. |
ફેબ્રુઆરી 17 | ન્યુઝીલેન્ડ vs બાંગ્લાદેશ | સાંજે 6:30 કલાકે |
ફેબ્રુઆરી 17 | વેસ્ટ ઈન્ડિઝ vs આયર્લેન્ડ | 10:30 p.m. |
18 ફેબ્રુઆરી | ભારત vs ઈંગ્લેન્ડ | સાંજે 6:30 કલાકે |
18 ફેબ્રુઆરી | દક્ષિણ આફ્રિકા vsઓસ્ટ્રેલિયા | 10:30 p.m. |
19 ફેબ્રુઆરી | પાકિસ્તાન vs વેસ્ટ ઈન્ડિઝ | સાંજે 6:30 કલાકે |
19 ફેબ્રુઆરી | ન્યુઝીલેન્ડ vs શ્રીલંકા | 10:30 p.m. |
20 ફેબ્રુઆરી | ભારત vs આયર્લેન્ડ | સાંજે 6:30 કલાકે |
21 ફેબ્રુઆરી | ઈંગ્લેન્ડ vs પાકિસ્તાન | સાંજે 6:30 કલાકે |
21 ફેબ્રુઆરી | દક્ષિણ આફ્રિકા vs બાંગ્લાદેશ | 10:30 p.m. |
23 ફેબ્રુઆરી | પ્રથમ સેમીફઆઇનલ (A1 vs B2) | સાંજે 6:30 કલાકે |
24 ફેબ્રુઆરી | બીજીસેમીફાઇનલ (B1 vs A2) | સાંજે 6:30 કલાકે |
26 ફેબ્રુઆરી | ફાઇનલ | સાંજે 6:30 કલાકે |
આ પણ વાંચોઃ પહેલી ટેસ્ટ મેચમાં આ 2 ધૂરંધર ખેલાડી નહીં રમે? કેપ્ટન રોહિત શર્માએ કર્યો મોટો ખુલાસો
ઓસ્ટ્રેલિયા સૌથી સફળ ટીમ
ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે અત્યાર સુધી 5 વખત આ ટૂર્નામેન્ટને પોતાના નામે કરી છે. 2020માં ટીમ ભારતને હરાવી ચેમ્પિયન બની હતી. આ પહેલાં 2018, 2014, 2012 અને 2010માં પણ વિજેતા બની હતી. 2009માં ઈંગ્લેન્ડ અને 2016માં વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટી20 ચેમ્પિયન બની હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube