સિડની: ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપ (Women T20 World Cup)ની પહેલી મેચમાં વુમન ટીમ ઇન્ડીયાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 17 રનથી રોમાંચક જીત પ્રાપ્ત કરી લીધી છે. ભારતીય મહિલા ટીમે ટોસ હારીને પહેલાં બેટીંગ કરતાં ઓસ્ટ્રેલિયાને 133 રનનો ટાર્ગેટ આપ્યો, પરંતુ ભારતીય બોલરોએ મેજબાનોને આ ટાર્ગેટ હાંસલ કરવા ન દીધો. મેચ બાદ કેપ્ટન હરમનપ્રીતે કહ્યું કે અમને જીતનો વિશ્વાસ હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેચ બાદ હરમનપ્રીતે કહ્યું કે પહેલી મેચ જીતીને ખૂબ સારું લાગે છે. જાણતી હતી કે આ ટ્રેકમાં કંઇ છે જેનો અમને ફાયદો મળી શકે છે. ખબર હતી કે જો અમે 140 રનનો સ્કોર બનાવી શકીએ છીએ તો અમારા બોલર તેને ડિફેન્ડ કરી શકે છે અને એ જ થયું.  


પિચને બેટીંગ માટે મુશ્કેલ ગણાવતાં હરમનપ્રીતે કહ્યું કે 'ટ્રેક બેટિંગ માટે સરળ ન હતી, અમે ફક્ત 140 રનની આસપાસ બનાવવા માંગતા હતા, જેમિ અને દિપ્તી વચ્ચેની ભાગીદારી અમે ત્યાં લઇ ગઇ. 


મેચમાં ચાર વિકેટ લેનાર પૂનમ યાદવની પણ હરમનપ્રીતે પ્રશંસા કરી અને કહ્યું કે પૂનમ ઇજાથી પરેશાન હતી પરંતુ તેણે શાનદાર વાપસી કરી. અમે આ જ આશા રાખતા હતા. પૂનમ યાદવને તેમના પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપ્યો. 


ટીમ વર્કની પ્રશંસા કરતાં હરમનપ્રીતે કહ્યું કે 'અમારી ટીમ સારી લાગી રહી છે. પહેલા અમે 2-3 ખેલાડીઓ પર નિર્ભરતા હતા. હવે અમે ટીમ તરીકે સારું પ્રદર્શન કરી રહ્યા છે. જો અમે સારું કરીએ છીએ તો ચોક્કસ વર્લ્ડકપ પોતાના નામે કરી લઇશું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube