World Cup: રાષ્ટ્રપતિની વિનંતી પર નિવૃતી બાદ બીજીવાર કેપ્ટન બન્યો ઇમરાન, ટીમને બનાવી ચેમ્પિયન
હાલના પાકિસ્તાનના વડાપ્રધાન અને તત્કાલિન ક્રિકેટર ઇમરાન ખાને 1992માં પોતાના નેતૃત્વમાં પાકિસ્તાન ટીમને વિશ્વ ચેમ્પિયન બનાવી હતી.
નવી દિલ્હીઃ પાકિસ્તાનની ટીમ 1987 વિશ્વકપના ગ્રુપ સ્ટેજમાં 6 માંથી 5 મેચ જીતી ચુકી હતી. તેણે માત્ર એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે અંતિમ ગ્રુપ મેચમાં પાકિસ્તાનને 28 રનથી પરાજય આપ્યો હતો. તેમ છતાં ઇમરાન ખાનની આગેવાનીમાં ટીમ 8 વર્ષ બાદ સેમીફાઇનલમાં પહોંચી હતી. સેમીફાઇનલમાં તેનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે હતો. ઇમરાન ટોસ હારી ગયો. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં પાકિસ્તાનને 268 રનનો લક્ષ્ય આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાનની ટીમ 249 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. લાહોરમાં ઓસ્ટ્રેલિયા 18 રનથી જીતીને ફાઇનલમાં પહોંચી ગયું હતું.
હાર બાદ ઇમરાન ખાને નિવૃતી લઈ લીધી હતી. તેના સ્થાન પર અબ્દુલ કાદિરને ટીમની કમાન સોંપવામાં આવી હતી. તેના નેતૃત્વમાં ટીમ 5માંથી 4 મેચ હારી ગઈ હતી. માત્ર એક મેચમાં જીત મળી હતી. ઈંગ્લેન્ડની સિરીઝ બાદ પાકે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાનું હતું. તત્કાલીન રાષ્ટ્રપતિ જનરલ જિયા ઉલ હક ક્રિકેટ રમવાનો શોખિન હતા. તેમણે ટીમની ખરાબ સ્થિતિને જોતા ઇમરાનને નિવૃતી પાછી ખેંચવાનું કહ્યું હતું. ઇમરાને વાપસી કરી, પરંતુ ટીમ વેસ્ટ ઈન્ડિઝમાં પાંચ વનડે મેચો હારી ગઈ, પરંતુ ટેસ્ટ સિરીઝ 1-1થી બરોબર કરી લીધી હતી.
World Cup: 44 વર્ષમાં માત્ર 4 મેચ ટાઈ, તેમાં ભારત-ઈંગ્લેન્ડનો મુકાબલો પણ સામેલ
ઇમરાને બે વખત વિશ્વ કપમાં ટીમનું નેતૃત્વ કર્યું
ઇમરાનની આગેવાનીમાં પાકિસ્તાન ટીમ 1992નો વિશ્વ કપ રમવા માટે ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ ગઈ હતી. ઇમરાન બીજી વખત વિશ્વ કપમાં ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. ટૂર્નામેન્ટમાં 10 મુકાબલામાં પાક ટીમને 6માં જીત મળી હતી. ત્રણમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. એક મેચનું પરિણામ ન આવ્યું. ફાઇનલમાં પાકિસ્તાને ઈંગ્લેન્ડને હરાવીને પ્રથમ વખત વિશ્વ કપનું ટાઇટલ જીત્યું હતું. જિયા ઉલ હકે ઇમરાન પર વ્યક્ત કરેલો વિશ્વાસ યોગ્ય સાબિત થયો હતો.
વર્લ્ડ કપ 2019: આઈપીએલના ધમાકેદાર ખેલાડીઓનો રહેશે જલવો, 52 ખેલાડી વિવિધ ટીમમાં
દેશ માટે મેં વાપસી કરીઃ ઇમરાન
ઇમરાને જિયા ઉલ હક વિશે કહ્યું, 'હું 1987ના વિશ્વકપ બાદ નિવૃતી લઈ ચુક્યો હતો, પરંતુ લગભગ એક વર્ષ બાદ જનરલ જિયાએ રાષ્ટ્રીય ચેનલના માધ્યમથી મને વાપસી કરવા વિનંતી કરી હતી. ટીમ માટે બોલાવવામાં આવેલા રાત્રિ ભોજન દરમિયાન તેઓ મને બીજા રૂમમાં લઈ ગયા. મને કહ્યું કે, તું શું કરવા જઈ રહ્યો છે? વાપસીની વાત ઠુકરાવીને મારૂ અપમાન ન કરવું. તમને દેશ માટે વાપસ આવવાનું કહ્યું છે. જનરલ જિયાની તે વાત બાદ મેં દેશ માટે ક્રિકેટમાં વાપસી કરી હતી.'
કેપ્ટન પદે ઇમરાન ખાનનું પ્રદર્શન
મેચ | જીત | હાર | ટાઈ | પરિણામ નહીં | |
કુલ | 139 | 75 | 59 | 1 | 4 |
નિવૃતી પહેલા | 66 | 34 | 29 | 0 | 3 |
નિવૃૃતી બાદ | 73 | 41 | 30 | 1 | 1 |