World Cup 2019: ભારત ટોપ-4નું દાવેદાર, આ ટીમ હોઈ શકે છે સરપ્રાઇઝ પેકેજઃ કપિલ દેવ
કપિલ દેવે કહ્યું, હું સમજું છું કે, ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ખુબ મહત્વપૂર્ણ ટીમો છે. ચોથી ટીમ વિશે મને શંકા છે. ન્યૂઝીલેન્ડ સારી ટીમ છે, પાકિસ્તાન પણ ચોંકાવી શકે છે.
નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડને 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઈ રહેલા આઈસીસી વર્લ્ડ કપમાં જીતના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિશ્વ કપ વિજેતા કપિલ દેવ પણ આ વાત સાથે સહતમ છે.
કપિલે કહ્યું, 'હું સમજુ છું કે ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ખુબ મહત્વપૂર્ણ ટીમો છે.' ચોથી ટીમ વિશે મને ઘણી શંકા છે. ન્યૂઝીલેન્ડ સારી ટીમ છે, પાકિસ્તાન કંઇ કરી શકે છે, વેસ્ટ ઈન્ડીઝ, દક્ષિણ આફ્રિકા. પરંતુ મને લાગે છે કે ટોપ-3 ટીમોમાં વધુ સૌથી વધુ તાકાત જોવા મળી રહી છે.
વર્ષ 1983માં દેશને પ્રથમ વિશ્વ કપ અપાવનારા કપિલે તે પણ જણાવ્યું કે, ભારત કેમ ટાઇટલનું પ્રબળ દાવેદાર છે. કપિલે કહ્યું, ભારતમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું સારૂ સંતુલન છે. જો તમે તમામ ટીમોને જુઓ તો ભારતમાં વધુ અનુભવ છે અને હું સમજું છું કે ટીમની પાસે સારૂ સંતુલન છે. આપણી પાસે ચાર ફાસ્ટ બોલર છે અને વિરાટ કોહલી તથા ધોની છે.
World Cup 2019: ઓસ્ટ્રેલિયાને લાગ્યો ઝટકો, આ સ્ટાર ફાસ્ટ બોલર થયો બહાર
તેમણે પોતાના અને હાર્દિક પંડ્યા વચ્ચે કરવામાં આવી રહેલી તુલના પર પણ વાત કરી અને કહ્યું કે, હાર્દિક હજુ યુવા છે, તેના પર દબાવ ન નાખવો જોઈએ.
કપિલે કહ્યું, હાર્દિક પર દબાવ ન નાખો. તે એક યુવા ખેલાડી છે, જેને પોતાની ગેમ રમવા દો. એટલી વધુ જવાબદારીઓને બદલે તેને ખુલીને રમવા દેવો જોઈએ. હું સમજું છું કે નેચરલ ટેલેન્ટ ખૂબ મહત્વપૂર્ણ હોય છે. તેથી મને કોઈની તુલના કરવી સારી લાગતી નથી. વિશ્વ કપમાં ભારત 5 જૂને આફ્રિકા સામે રમીને પોતાના અભિયાનનો પ્રારંભ કરશે.
MI vs CSK: શેન વોટસનના ખરાબ ફોર્મ પર હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગનું મોટુ નિવેદન