MI vs CSK: શેન વોટસનના ખરાબ ફોર્મ પર હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગનું મોટુ નિવેદન

ચેન્નઈ સુપર કિંગ્સને મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. બંન્ને ટીમો વચ્ચે આ મેચ મંગળવારે રમાઇ હતી. 
 

MI vs CSK: શેન વોટસનના ખરાબ ફોર્મ પર હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગનું મોટુ નિવેદન

ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે માન્યું કે, આઈપીએલના પ્રથમ ક્વોલિફાયરમાં તેની ટીમને મુંબઈ ઈન્ડિયન્સે દરેક વિભાગમાં પછાડી હતી. ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ 6 વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બંન્ને ટીમો વચ્ચે મેચ મંગળવારે (7 મે)એ ચેન્નઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ હતી. 

ફ્લેમિંગે કહ્યું કે, મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને પસંદ આવનારી ચેપોકની પિચ પર પણ શાનદાર ક્રિકેટ રમ્યું. મુંબઈ ઈન્ડિયન્સે જીત માટે 132 રનનો લક્ષ્ય 18.3 ઓવરમાં હાસિલ કરીને છ વિકેટથી જીત મેળવી હતી. તેણે અમારી સ્થિતિમાં પણ સારૂ પ્રદર્શન કર્યું અને અમને ઓગણીસ સાબિત કર્યાં હતા. 

ફ્લેમિંગે કહ્યું, તેની પાસે કેટલાક એવા ખેલાડીઓ છે જેને અહીંની સ્થિતિ પસંદ આવે છે. ચેન્નઈમાં તેનો સારો રેકોર્ડ છે અને તે સ્થિતિ અનુકૂળ ઢળી ગયા. મુંબઈ ઈન્ડિયન્સ ફોર્મમાં છે અને સંતુલિત ટીમ છે. તેણે કહ્યું કે, તેના બેટ્સમેનોએ પાવરપ્લેની ઓવરોમાં સારૂ પ્રદર્શન કરીને મોટો સ્કોર બનાવવો પડશે. 

વોટસનનો કર્યો બચાવ
ગત વર્ષે ચેન્નઈ માટે સર્વાધિક રન બનાવનાર શેન વોટસન ફોર્મમાં નથી પરંતુ ફ્લેમિંગે તેનો બચાવ કર્યો. તેમણે કહ્યું, તેનો સાથ આપવો પડશે કારણ કે તેણે સારૂ પ્રદર્શન કર્યું છે. ક્રિકેટ ખૂબ ક્રુર રમત છે ખાસ કરીને જ્યારે તમે આવી સ્થિતિમાં રમવા આવ્યા હોવ. શેન વોટસને આ સિઝનમાં એક અડધી સદી ફટકારી છે. આ સિવાય તે તમામ મેચોમાં ફ્લોપ રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news