લીડ્સઃ આઈસીસી વિશ્વ કપ-2019મા એકવાર ફરી બોલરોનો કમાલ જોવા મળી રહ્યો છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આ વખતે 2003 વિશ્વ કપ જેવી સ્થિતિ બની શકે છે જ્યાં ભારત અને ઓસ્ટ્રેલિયા આમને-સામને હશે. જો આમ થાય તો ફરી એકવાર મિશેલ સ્ટાર્ક અને જસપ્રીત બુમરાહ સાથે જોવા મળશે. આ બંન્ને પોત-પોતાની ટીમના અભિન્ન અંગ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિશેલ સ્ટાર્કે આઠ મેચોમાં 24 વિકેટ લીધી અને ઓસ્ટ્રેલિયાને સેમિફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. બુમરાહે પણ વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને 14 વિકેટ પોતાના નામે કરી છે. તે ભારત માટે આ વિશ્વકપમાં મોહમ્મદ શમીની સાથે સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર છે. 


મિશેલ સ્ટાર્ક અને જસપ્રીત બુમરાહમાં એક સમાનતા જોવા મળી છે તે છે કે આ બંન્ને પોતાની વિરોધી ટીમના બોલરો પાસેથી શીખે છે. બાંગ્લાદેશ વિરુદ્ધ બુમરાહે શાનદાર રીતે કટર્સ અને યોર્કર બોલનો ઉપયોગ કર્યો હતો. બુમરાહે બાદમાં કહ્યું કે, તેણે મુસ્તફિઝુર રહમાન પાસેથી ઘણું શીખ્યો, જેણે આ મેચમાં પાંચ વિકેટ લીધી હતી. 


જસપ્રીત બુમરાહે કહ્યું, 'તમે જોયું હશે કે તેણે ઘણા કટર્સનો ઉપયોગ કર્યો. અમે તેની પાસે શીખ્યો અને અમે જાણીએ છીએ કે જેમ બોલ જૂનો થઈ જશે તો મદદ મળશે. મને લાગે છે કે આ વિકેટનો સ્વભાવ છે અને તે આગળ પણ હોઈ શકે છે. ગરમી આવી રહી છે અને વિકેટ સુકી રહેશે. તેથી અમારી માટે તે સારો અભ્યાસ રહ્યો. તો સ્ટાર્ક પણ બીજા બોલરો પાસેથી શીખે છે. તેમણે કહ્યું, મને લાગે છે કે જ્યારે અમે બીજી બોલિંગ કરીએ તો અમારે વિપક્ષી ટીમના બોલર પાસેથી સતત શીખવું જોઈએ.'