ટોનટનઃ વિશ્વ કપમાં બુધવારે ઓસ્ટ્રેલિયાના હાથે થયેલા પરાજય બાદ પાક કેપ્ટન સરફરાઝે પોતાના બોલરો પર હારનો ગુસ્સો કાઢ્યો હતો. આ સાથે તેણે પોતાના બેટ્સમેનોને મેચ માટે દોષી ઠેરવ્યા હતા. તેણે કહ્યું કે, એક સમયે પર 140/3 હતા પરંતુ આગામી 15 બોલમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. પાકિસ્તાનનો આગામી મેચ રવિવાર 16 જૂને ભારત વિરુદ્ધ માનચેસ્ટરમાં છે અને સરફરાઝે આ મેચને લઈને કહ્યું કે, ભારત-પાકિસ્તાન વચ્ચે હવે મોટી મેચ છે અને આ મેચમાં અમે જી-જાન લગાવી દેશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાકિસ્તાનની ટીમ પોતાની ચોથી મેચ રમી રહ્યું હતું. આ મેચમાં તેને 41 રને હાર મળી. હાર બાદ સરફરાઝે કહ્યું, 'ચોક્કસપણે આ દુખદાયક છે.' અમે માત્ર 15 બોલ પર 3 વિકેટ ગુમાવી દીધી. તેણે કહ્યું, હાર બાદ પણ કંઇ પોઝિટિવ મળ્યું, હસન અલી અને વહાબ રિયાઝે શાનદાર બોલિંગ કરી. અમે અંત સુધી લડ્યા પરંતુ આશા પ્રમાણે તેને પૂરૂ ન કરી શક્યા. 


આ મેચમાં 300 પાર સ્કોર માટે સરફરાઝે બોલરોને પણ આડે હાથ લીધા હતા. તેણે કહ્યું, મોહમ્મદ આમિરને ચોડીને, બીજા બધા બોલરોએ સારી બોલિંગ ન કરી. 


વર્લ્ડ કપ 2019 INDvsNZ: ટોસ બનશે બોસ, જાણે તેની પાછળ ત્રણ મોટા કારણ

પાક કેપ્ટને કહ્યું, મારી નજરમાં આ 270-280 રનના સ્કોર વાળી પિચ હતી. આ સિવાય મેચ જીતવા માટે ટીમના ટોપ ઓર્ડરે રન બનાવવા જરૂરી હોય છે. અમારા બેટ્સમેનોએ રન બાવ્યા પરંતુ તેને મોટા સ્કોરમાં પરિવર્તિત ન કરી શક્યા. મેચ જીતવા માટે ટોપ-4એ રન બનાવવા જરૂરી હોય છે. 


ત્યારબાદ તેણે આગામી મેચની રણનીતિ પર કહ્યું, અમારી આગામી મેચ ભારત વિરુદ્ધ છે. આ ખુબ મોટી મેચ છે અને અમે અહીં પોતાને સાબિત કરવા માટે જીવ લગાવી દેશું. અત્યાર સુધી પાકિસ્તાન 4માં માત્ર 1 મેચ જીતી શક્યું છે અને બે મેચોમાં તેણે હારનો સામનો કરવો પડ્યો, જ્યારે એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી.