નવી દિલ્હીઃ વિશ્વ કપમાં અત્યાર સુધી પોતાના સફરમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરતા સેમિફાઇનલમાં એન્ટ્રી કરી છે. ટીમ ઈન્ડિયાએ લીગ મેચમાં માત્ર એક હારનો સામનો કરતા નંબર એક પોઝિશનની સાથે અંતિમ ચારમાં જગ્યા બનાવી છે અને હવે તેનો સામનો ચોથા નંબરની ટીમ ન્યૂઝીલેન્ડ સામે થવાનો છે. બીજી સેમિફાઇનલમાં નંબર 2 પર રહેલી ઓસ્ટ્રેલિયન ટીમ ત્રીજા નંબર પર રહેલી ઈંગ્લેન્ડ ટીમ સામે ટકરાશે. આવો જોઈએ, સેમિફાઇનલ મુકાબલામાં કઈ ટીમની છે શું સ્થિતિ.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયાને પણ પરાજય આપી ચુકી છે ટીમ ઈન્ડિયા
ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો તેણે 7 મેચોમાંથી 7મા જીત મેળવી છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ મુકાબલામાં તેણે 31 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો અને એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમના કુલ 15 પોઈન્ટ છે. ભારતની સાથે સારી વાત તે પણ છે કે તેણે ઓસ્ટ્રેલિયા જેવી દિગ્ગજ ટીમને પણ શાનદાર પરાજય આપ્યો હતો. તો ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતની મેચ રમાઇ નથી કારણ કે લીગ મેચ રદ્દ થઈ હતી. પરંતુ 3 મેચમાં હારનો સામનો કરીને પહોંચેલી ન્યૂઝીલેન્ડના મુકાબલે ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં હશે. આ પ્રમાણે જોઈએ તો જો ફાઇનલમાં ઓસ્ટ્રેલિયન ટીમ સામે ભારતનો મુકાબલો થશે, ત્યારે પણ તે લીગ મેચમાં જીતને કારણે લીડની સ્થિતિમાં હશે. 


મોટી ટીમો વિરુદ્ધ હારી છે કીવી ટીમ
ન્યૂઝીલેન્ડે પોતાની પ્રથમ મેચમાં શ્રીલંકાને 10 વિકેટથી પરાજય આપીને ધમાકેદાર શરૂઆત કરી હતી. કીવી ટીમનો ભારત સામેનો મુકાબલો વરસાદને કારણે રદ્દ થયો હતો. આ સિવાય 8 મેચોમાંથી તેણે કુલ 5મા વિજય મેળવ્યો છે. પરંતુ ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ જેવી દિગ્ગજ ટીમો વિરુદ્ધ હારને કારણે તેના માટે સેમિફાઇનલમાં ભારતની સામે ઉતરવું મોટો પડકાર હશે. 

સૌરવ ગાંગુલી જન્મદિવસ સ્પેશિયલ: એક ભૂલ કે જેણે દાદાની કેરિયર ખતમ કરી...

માત્ર ભારત અને દક્ષિણ આફ્રિકા સામે હાર્યું ઓસ્ટ્રેલિયા
પાંચ વખતની વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમ આ વખતે પણ પ્રબળ દાવેદાર છે. સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ તેનો મુકાબલો રોચક હશે. તેને મિની એશિઝ કહેવામાં આવી રહી છે. પરંતુ લીગ મેચમાં તેણે ઈંગ્લેન્ડને 64 રને પરાજય આપ્યો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકાને છોડી દઈએ તો ઓસ્ટ્રેલિયન ટીમે કુલ 7 મેચમાં વિજય હાસિલ કર્યો છે. એટલું જ નહીં આફ્રિકા વિરુદ્ધ મોટા સ્કોરની મેચમાં પણ કાંગારૂ ટીમ માત્ર 10 રનથી પાછળ રહી ગઈ હતી. આ રીતે ઓસ્ટ્રેલિયન ટીમનો સેમિફાઇનલનો દાવો મજબૂત છે, ફાઇનલમાં પણ તે મજબૂત ટીમ માનવામાં આવી રહી છે. 


સ્વદેશમાં વિજેતા બનવાની રેસમાં ઈંગ્લેન્ડ
અંગ્રેજોએ વિશ્વ કપમાં અત્યાર સુધી 9 મેચોમાંથી 6મા જીત અને 3મા હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ ઈંગ્લેન્ડે ભારત અને ન્યૂઝીલેન્ડ જેવી મજબૂત ટીમોને હરાવી છે, જે સેમિફાઇનલમાં રમી રહી છે. પરંતુ ઓસ્ટ્રેલિયા સામે લીગ મેચમાં તેણે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 12 પોઈન્ટની સાથે ઈંગ્લેન્ડ ત્રીજા સ્થાન પર છે અને સેમિફાઇનલમાં જીત બાદ તેની નજર પ્રથમ વખત વિશ્વ વિજેતા બનવા પર હશે.