નવી દિલ્હીઃ ICC 2023 ODI World Cup: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને પૂર્વ BCCI બોસ સૌરવ ગાંગુલીએ 5 ઓક્ટોબરથી શરૂ થનાર વનડે વિશ્વકપ 2023 માટે ભારતની 15 સભ્યોની ટીમ પસંદ કરી છે. દાદાએ વિશ્વકપ ટીમમાં એશિયા કપની ટીમના બે ખેલાડીઓને જગ્યા આપી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ બોર્ડે 5 સપ્ટેમ્બર પહેલા 2023ના વનડે વિશ્વકપ માટે પોતાની ટીમની જાહેરાત કરવાની છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે ભારતની એશિયા કપની જે ટીમ છે, તેની આસપાસ વર્લ્ડકપની ટીમ પણ હશે. ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજીત અગરકરે પણ એશિયા કપની ટીમની જાહેરાત સમયે કહ્યુ હતું કે વર્લ્ડ કપની ટીમ કંઈક આ પ્રકારે હશે. 


પરંતુ સૌરવ ગાંગુલીએ પોતાની વર્લ્ડ કપની ટીમમાં એશિયા કપની ટીમના બે ખેલાડીઓને જગ્યા આપી નતી. સૌરવ ગાંગુલીએ પોતાની વર્લ્ડ કપની ટીમમાં તિલક વર્મા અને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને પસંદ કર્યા નથી. દાદાએ 15 સભ્યોની ટીમ સિવાય ત્રણ રિઝર્વ ખેલાડીઓને પણ પસંદ કર્યા છે, જેમાં યુઝવેન્દ્ર ચહલ, તિલક વર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણા સામેલ છે. 


વર્લ્ડ કપ માટે ગાંગુલીની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુર.


આ પણ વાંચોઃ જ્યાં સુધી બરછી જાય ત્યાં સુધી ફેંકો... ભારતનો 'મહા-રાણા' પાકિસ્તાનને હરાવશે


2023 ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ


ઑક્ટોબર 8 - ઑસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં


11 ઓક્ટોબર – દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે


14 ઓક્ટોબર – અમદાવાદમાં પાકિસ્તાન સામે


19 ઓક્ટોબર - પુણેમાં બાંગ્લાદેશ સામે


22 ઓક્ટોબર – ધર્મશાલા ખાતે ન્યુઝીલેન્ડ સામે


ઑક્ટોબર 29 - લખનૌમાં ઇંગ્લેન્ડ સામે


2 નવેમ્બર – મુંબઈમાં શ્રીલંકા સામે


5 નવેમ્બર - કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામે


12 નવેમ્બર - બેંગલુરુમાં નેધરલેન્ડ સામે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube