નવી દિલ્હીઃ બાંગ્લાદેશ ક્રિકેટ જગતનું એક એવું નામ બની રહ્યું છે જે પોતાના પ્રદર્શનથી ક્રિકેટ ચાહકો અને ક્રિકેટ પંડિતોનું ધ્યાન સતત પોતાની તરફ ખેંચી રહ્યું છે. રવિવારે વિશ્વ કપમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચમાં પણ બાંગ્લાદેશની ટીમે કંઇક આવું કારનામું કર્યું હતું. બોલિંગમાં રબાડા અને ઇમરાન તાહિર, બેટિંગમાં ડિ કોક, ફાફ ડુ પ્લેસિસ જેવા સ્ટાર્સથી ભરેલી આફ્રિકાની ટીમને 21 રનથી હરાવતા બાંગ્લાદેશે વિશ્વ કપમાં મોટો અપસેટ સર્જયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ જ્યારે-જ્યારે બાંગ્લાદેશ કોઈ મોટી ટીમને હરાવે છે તો અપસેટ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ બાંગ્લાદેશની ટીમ છેલ્લા ઘણા વર્ષોથી જેવું પ્રદર્શન કરી રહી છે તેનાથી તે આ શબ્દને ખોટો સાબિત કરી રહી છે. કારણ કે આ ટીમ હવે તે ટીમ નથી રહી જેના જીતવા પર ક્રિકેટ પંડિતો ચોંકી જાય છે. હવે તો દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ભારત જેવી મોટી ટીમો તેના નિશાના પર રહે છે અને તે આલોચકોને જવાબ આપવા મેદાનમાં ઉતરે છે. 


પ્રથમ વિશ્વ કપમાં કર્યો હતો કમાલ
1999માં ઈંગ્લેન્ડમાં રમાયેલા વિશ્વકપમાં બાંગ્લાદેશે પાકિસ્તાનને હરાવીને બધાને ચોંકાવી દીધા હતા. આ સિદ્ધિ માત્ર એક શરૂઆત હતી. 8 વર્ષ બાદ 2007માં વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા વિશ્વ કપમાં તેણે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. 


સૌથી મોટી જીત તો ટીમ ઈન્ડિયાને હરાવીને મેળવી હતી. સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ, એમએસ ધોની જેવા દિગ્ગજોથી ભરેલી ટીમ ઈન્ડિયાને હરાવીને 2007ના વિશ્વકપમાં બાંગ્લાદેશે મોટો અપસેટ સર્જયો હતો. બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતને માત્ર હાર ન મળી પરંતુ ટીમ આ હારની સાથે વિશ્વકપમાંથી બહાર પણ થઈ ગઈ હતી. 


વર્લ્ડ કપ 2019: આફ્રિકાને ઝટકો, ભારત વિરુદ્ધ મેચમાં રમશે નહીં આ બોલર 

ત્યારબાદ 2015માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં રમાયેલા વિશ્વ કપમાં બાંગ્લાદેશે વધુ એક ચોંકવનારૂ પ્રદર્શન કર્યું હતું. આ વિશ્વ કપમાં તેણે એવું પ્રદર્શન કર્યું કે ઈંગ્લેન્ડ વિશ્વકપમાંથી બહાર થઈ ગયું અને બાંગ્લાદેશે ક્વાર્ટર ફાઇનલ સુધીની સફર ખેડી હતી. 


હાલના મેચોને જોયે તો 2016 એશિયા કપની ફાઇનલ અને 2018ની નિદહાસ ટ્રોફીની ફાઇનલમાં હાર્યા બાદ વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડને હરાવીને ત્રિકોણીય સિરીઝમાં બાંગ્લાદેશે મોટી જીત મેળવી હતી. આજે ચાર વર્ષ બાદ બાંગ્લાદેશ દરેક ફોર્મેટમાં સારૂ પ્રદર્શન કરનારી ટીમ બની ગઈ છે.