World Cup 2019માં હશે આ 7 નવા નિયમ, જે એક બોલ પર બદલી શકે છે મેચનું પરિણામ
આઈસીસી વિશ્વકપની 12મી સિઝનનો પ્રારંભ 30 મેથી થઈ રહ્યો છે. આ વખતે વિશ્વ કપમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. તો આ વખતે કેટલાક નવા નિયમોનો પણ વિશ્વકપમાં ઉપયોગ કરવામાં આવશે.
લંડનઃ ક્રિકેટ વિશ્વ કપ 2019નો પ્રારંભ થવામાં 48 કલાક કરતા ઓછો સમય બાકી છે. 30 મેથી શરૂ થઈ રહેલી આ ટૂર્નામેન્ટમાં ઘણા નિયમ એવા હશે, જેનો પ્રથમવાર વિશ્વ કપમાં ઉપયોગ થશે. આ નિયમ વિશ્વકપને પહેલાના વિશ્વકપના મુકાબલે ઘણી રીતે અલગ બનવાશે. આ નિયમ પહેલા લાગૂ થઈ ચુક્યા છે, પરંતુ વિશ્વકપમાં પ્રથમવાર તેનો ઉપયોગ થશે. આવા લગભગ સાત નિયમ છે, જે આ વિશ્વકપ માટે નવા હશે. જાણીએ તે નિયમો વિશે, જે મેચનું પરિણામ બદલવામાં થઈ શકે છે ઉપયોગી.
ખેલાડીને સસ્પેન્ડ કરી શકે છે અમ્પાયર
આઈસીસીના આ નિયમ પ્રમાણે હવે ખેલાડીઓને ખરાબ વ્યવહારને કારણે મેચમાં સસ્પેન્ડ કરી શકાશે. જો અમ્પાયરને લાગે છે કે કોઈ ખેલાડી મેચ દરમિયાન વિપક્ષી ટીમના ખેલાડીઓ સાથે જાણી જોઈને લડે કે ટકરાય છે તો અમ્પાયર તેને મેચમાંથી સસ્પેન્ડ કરી શકે છે. મહત્વનું છે કે આ નિયમ 2017માં લાગૂ થયો હતો અને પ્રથમવાર તેનો ઉપયોગ વિશ્વકપમાં થશે.
દક્ષિણ આફ્રિકાનો વિશ્વ કપ રેકોર્ડ, જાણો તેને કેમ કહેવામાં આવે છે 'ચોકર્સ'
આ સ્થિતિમાં રન આઉટ નહીં થાય ખેલાડી
આઈસીસીના નવા નિયમ અનુસાર જો ખેલાડી રન લે અને તેનું બેટ ક્રીઝની અંદર આવી જાય છે, પરંતુ હવામાં રહે છે અને બોલ સ્ટમ્પમાં લાગી જાય છે તો બેટ્સમેનનો નોટ આઉટ આપવામાં આવશે. પહેલા બેટ હવામાં રહેવા પર ખેલાડીને આઉટ આપવામાં આવતો હતો અને બેટ જમીન સાથે જોડાયેલું રહે તે જરૂરી હતું.
બેટની સાઇઝને લઈને નિયમમાં ફેરફાર
મેચ દરમિયાન બોલરો માટે બરાબરીનો મુકાબલો રાખવા માટે આ વખતે બેટની પહોળાઈ અને લંબાઇ નક્કી કરવામાં આવી છે. બેટની પહોળાઈ 108 મી.મી, જાડાઇ 67 મિ.મી અને કોર્નર પર 40 મિ.મીથી વધારે ન હોઈ શકે.
નો બોલના આ નિયમનો પ્રથમવાર થશે ઉપયોગ
મેચ દરમિયાન જો બોલર બે બાઉન્સર ફેંકે છે તો તે નો બોલ હશે. પહેલા નોબોલ આપવાનો નિયમ ન હતો. નોબોલ પર બેટ્સમેનને ફ્રી હિટ પણ મળે છે.
11 વિશ્વ કપ, 5 વિજેતા, જાણો- 1975થી 2015 સુધીનો સંપૂર્ણ ઈતિહાસ
હેલમેટથી થઈ શકે છે આઉટ
આ નિયમ અનુસાર, જો કોઈ બેટ્સમેન શોટ મારે છે અને ફીલ્ડરના હેલમેટથી લાગીને બોલ ઉછળી જાય છે અને બીજો ફીલ્ડર કેચ પકડી લે તો આવી સ્થિતિમાં બેટ્સમેનને આઉટ આપવામાં આવશે.
લેગ બાઈના રન અલગથી જોડાશે
કોઈ બોલર પૂર્વમાં નો બોલ ફેંકતો હતો તો તેના પર બાઈ કે લેગ બાઈથી બનેલા રન નો-બોલ સાથે જોડાતા હતા, પરંતુ હવે આમ થશે નહીં. નોબોલના રન અલગથી અને બાઈ-લેગ બાઈના રન અલગથી જોડવામાં આવશે.
રિવ્યૂ રહેશે સેફ
કોઈ ટીમ DRS લે છે અને અમ્પાયર કોલને કારણે અમ્પાયરનો નિર્ણય યથાવત રહે છે, તો ટીમ દ્વારા લેવામાં આવેલું રિવ્યૂ બેકાર નહીં જાય.