દક્ષિણ આફ્રિકાનો વિશ્વ કપ રેકોર્ડ, જાણો તેને કેમ કહેવામાં આવે છે 'ચોકર્સ'

દક્ષિણ આફ્રિકાની ટીમ અત્યાર સુધી ચાર વખત વિશ્વ કપ સેમીફાઇનલમાં પહોંચી છે પરંતુ ક્યારેય તેનાથી આગળ વધી શકી નથી. 

દક્ષિણ આફ્રિકાનો વિશ્વ કપ રેકોર્ડ, જાણો તેને કેમ કહેવામાં આવે છે 'ચોકર્સ'

નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વ કપમાં દર વખતે શક્તિશાળી ગણાતી દક્ષિણ આફ્રિકા અત્યાર સુધી આ ટાઇટલ જીતી શક્યું નથી. થોડું ખરાબ ભાગ્ય અને વધુ ખરાબ પ્રદર્શનને કારણે ટીમ પર લાગ્યું 'ચોકર્સ'નું ટેગ.

દક્ષિણ આફ્રિકાની ટીમે આઈસીસી વિશ્વ કપમાં કરેલા પ્રદર્શન પર નજર કરીએ તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી બાદથી ટીમનું પ્રદર્શન લાજવાબ રહ્યું છે. પ્રતિબંધ બાદ 1992ના વિશ્વ કપમાં પ્રથમ વખત રમ્યા બાદ ટીમે સાત ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે. તેમાંથી માત્ર એકવાર ટીમ પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ બાકી ક્વાર્ટર ફાઇનલ કે સેમીફાઇનલ સુધીની સફર કરી છે. 

કેમ કહેવામાં આવે છે ચોકર્સ
ચોકર્સ સામાન્ય રીતે 'ચોક' શબ્દથી બન્યો છે, જેનો અર્થ થાય છે કે મહત્વની તક પર અટલી જવું કે થોભી જવું. જે તમામ કામને સારી રીતે અંજામ આપે પરંતુ મહત્વની તક પર પોતાનું પ્રજર્શન ન જાળવી શકવું, હવે તે દબાવમાં હોય કે પરિસ્થિતિને કારણે. 

કેમ લાગ્યું ચોકર્સનું ટેગ
દક્ષિણ આફ્રિકાની ટીમ 1992થી અત્યાર સુધી ચાર વખત વિશ્વ કપ સેમીફાઇનલ રમી ચુકી છે પરંતુ ક્યારેય તેનાથી આગળ વધી શકી નથી. ટીમ મોટા મેચમાં પ્રદર્શન ન કરી શકતા તેને 'ચોકર્સ'થી બોલાવવામાં આવે છે. 

વર્ષ 1992માં રાઉન્ડર રોબિન ફોર્મેટમાં ટીમ 8માંથી 5 મેચ જીતીને સેમીફાઇનલમાં જગ્યા બનાવી હતી પરંતુ ઈંગ્લેન્ડના હાથે દુર્ભાગ્યપૂર્ણ હાર મળી હતી. વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલા મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 45 ઓવરમાં 252 રન બનાવ્યા હતા. 

આફ્રિકાને જીત માટે 13 બોલમાં 22 રનની જરૂર હતી ત્યારે વરસાદ આવ્યો હતો. જ્યારે બીજીવાર મેચ શરૂ થયો તો ડકવર્ષ લુઈસ નિયમના આધાર પર ટીમની સામે 1 બોલ પર 22 રનનો લક્ષ્ય હતો, જેને હાસિલ કરવો અશક્ય હતો. ટીમને હાર મળી અને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. 

1996 વિશ્વકપમાંથી બહાર
ગ્રુપ સ્ટેજમાં રમેલા 5 મુકાબલામાં જીત હાસિલ કરવાની સાથે ટોપ પર રહેલા ટીમ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. અહીં વેસ્ટઈન્ડિઝના હાથે 19 રને પરાજય મળલા બહાર થવું પડ્યું હતું. 

1999નો દુર્ભાગ્યપૂર્ણ સેમીફાઇનલ
આ વર્ષે વિશ્વ કપમાં ટીમે ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 5માં ચાર મેચ જીત હાસિલ કરી દક્ષિણી ટીમે સુપર સિક્સમાં પગ મુક્યો હતો. અહીં પણ 5 મુકાબલા રમીને 3 જીત હાસિલ કરી અને સમીફાઇનલમાં જગ્યા બનાવી હતી. 

ઓસ્ટ્રેલિયાએ સેમીફાઇનલમાં 214 રનનો લક્ષ્ય રાખ્યો હતો જેને હાસિલ કરતા ટીમે 9 વિકેટ ગુમાવી દીધી હતી. અંતિમ ઓવરમાં જીત માટે 9 રનની જરૂર હતી. લાંલ ક્લૂઝનરે પ્રથમ બે બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. 4 બોલ પર 1 રનની જરૂર હતી અને એક વિકેટ બાકી હતી. ચોથા બોલ પર ક્લૂઝનરે શોટ ફટકાર્યો અને 1 રન લેવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ એલન ડોનાલ્ડ રન આઉટ થઈ ગયો. સ્કોર ટાઈ થયો અને સારી રન રેટના આધાર પર ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં પહોંચી ગયું હતું.

2007માં પણ સેમીફાઇનલમાં હારી ટીમ
આ વખત પણ ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું અને તે સેમીફાઇનલમાં પહોંચી પરંતુ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટીમ માત્ર 149 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. કાંગારૂ ટીમે સાત વિકેટથી જીત મેળવી હતી. 

2015 વિશ્વ કપમાં પણ ટીમ અસફળ
શ્રીલંકા પર ક્વાર્ટર ફાઇનલમાં 9 વિકેટની ધમાકેદાર જીત બાદ ટીમ વિશ્વ વિજેતા બનશે તેવું લાગી રહ્યું હતું. સેમીફાઇનલમાં અંતિમ ઓવર સુધી ચાલેલા રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને હરાવી તેનું ફાઇનલમાં પહોંચવાનું સપનું તોડી દીધું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news