India Squad WTC Final: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ની ફાઈનલ મેચ માટે સિલેક્ટર્સે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. રોહિત શર્મા આ મેચમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ સંભાળશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ની ફાઈનલ મેચ 7 થી 11 જૂન સુધી ઈંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ (લંડન)ના મેદાન પર રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઐય્યરની જગ્યાએ આ ખેલાડીની એન્ટ્રી
WTC ફાઈનલ માટે ભારતની 15 સભ્યોની ટીમમાં ઈજાગ્રસ્ત શ્રેયસ ઐય્યરની જગ્યાએ અનુભવી બેટર અજિંક્ય રહાણેની વાપસી થઈ છે. અજિંક્ય રહાણેએ છેલ્લી મેચ જાન્યુઆરી 2022માં સાઉથ આફ્રિકા સામે રમી હતી. પરંતુ ત્યારબાદ તેમને ટીમ ઈન્ડિયામાંથી ડ્રોપ કરવામાં આવ્યા હતા. અજિંક્ય રહાણેએ હાલમાં જ આઈપીએલ 2023માં પોતાની ધમાકેદાર બેટિંગથી સિલેક્ટર્સની ઊંઘ ઉડાવી દીધી છે. અજિંક્ય રહાણે આઈપીએલ 2023માં 200થી વધુ સ્ટ્રાઈક રેટથી રન કરી રહ્યા છે. 


વાપસી પાછળ સૌથી મોટું કારણ
અજિંક્ય રહાણે 15 મહિના બાદ  ભારતીય ટીમમાં પરત ફર્યા છે. આઈપીએલ 2023માં સીએસકે માટે અજિંક્ય રહાણેનું ફોર્મ એકદમ અલગ રહ્યું છે. જે તેમની વાપસી પાછળ સૌથી મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. શ્રેયસ ઐય્યરની હાલમાં જ પીઠમાં સર્જરી થઈ છે. તેઓ થોડા સમય માટે મેદાનથી દૂર રહી શકે છે. બીજી બાજુ ઋષભ પંત ગત વર્ષ ડિસેમ્બરમાં એક કાર દુર્ઘટનાનો ભોગ બન્યા બાદ સ્વાસ્થ્યમાં સુધારાની ધીમી પ્રક્રિયા ચાલુ છે. રહાણે આ વખતે આઈપીએલમાં શાનદાર ફોર્મમાં છે. તેમણે સીએસકે માટે ફક્ત પાંચ ઈનિંગમાં 199.05ની સ્ટ્રાઈક રેટથી 209 રન કર્યા છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube