Yashasvi Jaiswal Hundred Equals Sachin Tendulkar Record: ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં યશસ્વી જયસ્વાલે સદી ફટકારી હતી. આ સદી સાથે જયસ્વાલે પૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી. જયસ્વાલે મુશ્કેલ પીચ પર 205 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરી સચિન તેંડુલકરની બરોબરી
2024ના કેલેન્ડર વર્ષમાં જયસ્વાલની આ ત્રીજી ટેસ્ટ સદી હતી. હાલમાં જયસ્વાલની ઉંમર 22 વર્ષ અને 332 દિવસ છે. જ્યારે દિગ્ગજ તેંડુલકરે 1992ના કેલેન્ડર વર્ષમાં 23 વર્ષની ઉંમર પહેલા 3 સદી ફટકારી હતી. આ રીતે જયસ્વાલે સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી.


આ યાદીમાં સુનીલ ગાવસ્કર અને વિનોદ કાંબલી સંયુક્ત રીતે ટોચના સ્થાને છે. ગાવસ્કરે 1971ના કેલેન્ડર વર્ષમાં 4 સદી ફટકારી હતી. આ સિવાય વિનોદ કાંબલીએ 1993ના કેલેન્ડર વર્ષમાં 4 સદી ફટકારી હતી.


23 વર્ષની ઉંમર પહેલા કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ સદી (ભારત)
4 સદી - સુનીલ ગાવસ્કર 1971માં
4 સદી - વિનોદ કાંબલી 1993માં
3 સદી - 1984માં રવિ શાસ્ત્રી
3 સદી - સચિન તેંડુલકર 1992માં
3 સદી - 2024માં યશસ્વી જયસ્વાલ.


આ સાથે જયસ્વાલ ત્રીજો એવો ભારતીય બેટર બની ગયો છે, જેણે ઓસ્ટ્રેલિયામાં પોતાના પ્રથમ પ્રવાસમાં સદી ફટકારી છે. સૌથી પહેલા આ કમાલ મોટગનહલ્લી જયસિમ્હાએ કર્યો, જેણે 1967-1968માં બ્રિસ્બેનમાં સદી ફટકારી હતી. પછી 1977-1978માં સુનીલ ગાવસ્કર આ સિદ્ધિ મેળવનાર બીજા ભારતીય બન્યા હતા. ગાવસ્કરે પણ બ્રિસ્બેનમાં સદી ફટકારી હતી. હવે જયસ્વાલે પર્થમાં આ કમાલ કર્યો છે. 


23 વર્ષની ઉંમર પહેલા ભારત માટે સૌથી વધુ ટેસ્ટ સદી
જયસ્વાલ 23 વર્ષની ઉંમર પહેલા સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ભારતીય બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો. જયસ્વાલની આ ચોથી સદી હતી. આ યાદીમાં સચિન તેંડુલકર 8 સદી સાથે ટોચના સ્થાને છે.