નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યાં બાદ યુવરાજ સિંહ કેનેડામાં રમાઇ રહેલી ગ્લોબલ ટી-20 લીગમાં તોફાની બેટિંગ કરી રહ્યો છે. 37 વર્ષના યુવરાજે શનિવારે કેનેડાના બ્રૈમ્પટન મેદાન પર ટોરંટો નેશનલ્સ તરફથી રમતા માત્ર 22 બોલમાં ધમાકેદાર 51 રન ફટકાર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રૈમ્પટન વૂલ્વ્સ વિરુદ્ધ યુવરાજના બેટથી 3 ચોગ્ગા અને 5 છગ્ગા નિકળ્યા હતા. આ મેચમાં યુવરાજે બેટ સિવાય બોલથી પણ કમાલ કર્યો અને 1 વિકેટ પોતાના નામે કરી હતી. આ ઓલરાઉન્ડરે બે કેચ પણ કર્યાં હતા. 


બ્રૈમ્પટન વૂલ્બ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ પર 222 રન બનાવ્યા હતા. કેપ્ટન યુવરાજની અડધી સદી છતાં ટોરંટો નેશનલ્સની ટીમ આ મુકાબલો 11 રનથી હારી ગઈ હતી. યુવરાજની ટીમ 211/7 રન બનાવી શકી હતી. 

લૉડરહિલ ટી-20: સિરીઝ પર કબજો કરવાના ઈરાદાથી ઉતરશે ભારતીય ટીમ


આ પહેલા યુવરાજે વિનિપેગ હોક્સ વિરુદ્ધ 29 જુલાઈએ 26 બોલમાં 45 રન ફટકાર્યા હતા. પરંતુ તે ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો.