નવી દિલ્હીઃ Team India For T20 World Cup 2022: ટી20 વિશ્વકપ 2022 (T20 World Cup 2022) ની શરૂઆત 16 ઓક્ટોબરથી થવાની છે. ટીમ ઈન્ડિયા 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાકિસ્તાન વિરુદ્ધ રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. આ મેગા ઈવેન્ટ પહેલા ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે. આ ખેલાડી ટી20 વિશ્વકપ 2022માં ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટી નબળાઈ સાબિત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમની નબળાઈ બની શકે છે આ ખેલાડી
ટી20 વિશ્વકપ 2022 (T20 World Cup 2022) માટે ટીમ ઈન્ડિયામાં જાદુઈ સ્પીનર યુઝવેન્દ્ર ચહલને સામેલ કરવામાં આવ્યો છે. ચહલ પાછલા વર્ષે ખરાબ ફોર્મને કારણે વિશ્વકપમાંથી બહાર રહ્યો હતો. આ વખતે પણ તે ટૂર્નામેન્ટ પહેલા ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે. એશિયા કપ અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી સિરીઝમાં તેનું ખાસ ફોર્મ રહ્યું નથી. તેવામાં ચહલનું ફોર્મ ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે. 


પ્લેઇંગ 11માંથી પણ બહાર
ટીમ ઈન્ડિયાએ હાલમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝ રમી હતી. ચહલે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ખરાબ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ આફ્રિકા સામે રમાયેલી ટી20 સિરીઝમાં તેને બેંચ પર બેસાડવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા સિરીઝમાં ચહલે 3 મેચમાં 9.12ની ઇકોનોમીથી રન આપ્યા અને માત્ર બે વિકેટ ઝડપી હતી. 


આ પણ વાંચોઃ એશિયા કપમાં અપસેટ, પાકિસ્તાને ભારતનને 13 રને હરાવ્યું, નિદા ડારનું શાનદાર પ્રદર્શન


ટી20 વિશ્વકપ 2022માં ભારતના મુકાબલા
ભારત vs પાકિસ્તાન- પ્રથમ મેચ- 23 ઓક્ટોબર (મેલબોર્ન)
ભારત vs ગ્રુપ A રનર અપ - બીજી મેચ - 27 ઓક્ટોબર (સિડની)
ભારત vs દક્ષિણ આફ્રિકા - ત્રીજી મેચ - 30 ઓક્ટોબર (પર્થ)
ભારત vs બાંગ્લાદેશ - ચોથી મેચ - 2 નવેમ્બર (એડીલેડ)
ભારત vs ગ્રુપ બી વિજેતા - મેચ 5 - 6 નવેમ્બર (મેલબોર્ન)


ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, રિષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.


સ્ટેન્ડ બાય ખેલાડીઃ મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ, દીપક ચાહર.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube