HBD Wikipedia: કેવી રીતે થયો ડિજિટલ દુનિયાના જાદૂઈ જીન કહેવાતા સૌથી મોટા વિશ્વકોશ વિકિપીડિયાનો જન્મ
Wikipedia આજે 20 વર્ષનું થયું: ગુગલમાં કઈ પણ સર્ચ કરો અને સૌથી પહેલા તમને જે માહિતી દેખાય તે છે વિકીપીડિયા. વર્ષ 2001માં ઈન્ટરનેટની દુનિયામાં શરૂ થયેલી વિકીપીડિયા વેબસાઈટ આજે 20 વર્ષની થઈ.
વિરલ પટેલ, અમદાવાદઃ તમે અત્યાર સુધી ગુગલમાં જાત જાતની જાણકારીઓ સર્ચ કરી હશે જેની માહિતી તમને વિકીપીડિયાએ આપી હશે પરંતું ક્યારેક ગુગલમાં વિકીપીડિયા સર્ચ કર્યું છે?... ક્યારેક મનમાં એવા સવાલ થયા છે કે વિકીપીડિયા પાસે આટલી બધી જાણકારી ક્યાંથી આવે છે?... ત્યારે જાણીએ વિકીપીડિયાના જન્મથી લઈ તેનું મહત્વ અને તેમાં કેટલા લેખો સમાવિષ્ટ છે. જ્યારે ઈન્ટરનેટ ન હતું ત્યારે લોકો કેવી રીતે માહિતી મેળવતા હશે. વિદ્યાર્થીને કોઈ સવાલ થાય તો શિક્ષકને પૂછતો હશે અને શિક્ષક પણ તેની પાસે જેટલી માહિતી હશે તેટલી જાણકારી આપી શકતો હશે. તે સમયે દરેક બાબતો અંગેની ઈચ્છિત માહિતી હાથવેંત નહોંતી. આજે સમય બદલાયો છે હવે ટાંકણીથી લઈને તમે સ્પેસ સેન્ટરની જાણકારી ગુગલમાં ચપટી વગાડીને મેળવી શકો છો.
જાણો કેમ ઉત્તરાયણ પર ચગાવાય છે પતંગ? અને કેમ દેહત્યાગ માટે ભીષ્મ પિતામહે પસંદ કર્યો ઉત્તરાયણનો દિવસ
Top Picnic Spot of Gujarat: પિકનિકનું પ્લાનિંગ કરી રહ્યાં હોવ તો ગુજરાતના આ 15 સ્થળો છે બેસ્ટ ઓપ્શન
બાળપણમાં તમે ટીવીમાં કે કોમિક્સમાં 'અલાઉદ્દીન કા જીન' કાલ્પનિક વાર્તા જોઈ હશે કે વાંચી હશે. અલાઉદ્દીન પાસે જીન હોય છે અને જીન તેની ઈચ્છાઓ પૂર્ણ કરે છે.આજના ડિજિટલ યુગમાં વિકીપીડિયાએ જીનનું સ્થાન લીધુ છે. હા વિકીપીડિયા તમને કોઈ વસ્તુ નથી આપતું પરંતું તમને દરેક પ્રકારની જાણકારી અવશ્યથી આપે છે. વિકીપીડિયામાં કરોડો વિષયો પર લેખો લખાયા છે. તમે ગુગલમાં ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, રાજકારણ , સ્પેસ સાયન્સ, ફિલ્મી સિતારાઓ સહિતની નાનામા નાની વિગતો સર્ચ કરશો તો વિકીપીડિયામાં ચોક્કસથી તમને તેની સંપૂર્ણ માહિતી આપશે. વિકીપીડિયાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કોઈ પણ સંપાદન કરી શકે છે. ત્યારે તમને ખબર છે કે વિકીપીડિયાની શરૂઆત ક્યારે થઈ? તેમા અત્યાર સુધી કેટલા લેખો છે? અને વિકીપીડિયાની જાણકારી બાબતે કેમ સવાલ ઉઠતા રહ્યા છે?
તુટી જશે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો રેકોર્ડ, જાણો ક્યાં બની રહી છે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા
વિકીપીડિયાનો જન્મ
વિકીપીડિયાની શરૂઆત ઈન્ટરનેટની દુનિયામાં વર્ષ 2001માં થઈ હતી. વિકીપીડિયા સંસ્થાની શરૂઆત નફો ન કરનારી સંસ્થા તરીકે કરવામાં આવી હતી. જિમી વેલ્સ અને લૈરી સૈંન્જર વિકીપીડિયાના સ્થાપક હતા. વિકીપીડિયા શેરમાર્કેટમાં લિસ્ટેડ કંપની નથી અને વિકીપીડિયાએ ક્યારેય નફો કમાવ્યો નથી. વિકીપીડિયા કોઈ જાહેરાતનું પણ વેચાણ કરતી નથી. વિકીપીડિયાની વિશેષતા છે કે તેમાં કોઈ પણ સંપાદન કરી શકે છે. આજે 20 વર્ષ બાદ વિકીપીડિયામાં સાડા 5 કરોડથી વધુ લેખોનો ભંડાર છે. 'વેબ એનાલિસીસ ફર્મ એલેક્સા ઈન્ટરનેટ'ના સર્વે મુજબ વિકીપીડિયા ઈન્ટરનેટમાં 13મી સૌથી મોટી લોકપ્રિય વેબસાઈટ છે.
ભગવાન રામે કરી હતી પતંગ ચગાવવાની શરૂઆત, જાણો Kite Flyingના ફાયદા
History of Indian Currency: ભારતના 1 રૂપિયાના સિક્કાથી લઈને 2 હજાર રૂપિયાની ચલણી નોટ સુધીની કહાની
વિકીપીડિયાની વિશ્વાસનિયતા પર અનેકવાર ઉઠ્યા સવાલ
વિકીપીડિયામાં ભલે માહિતીનો ભંડાર હોય પરંતું તેની વિશ્વાસનિયતા પર અનેકવાર સવાલ ઉઠ્યા છે. મોટા તજજ્ઞો, અર્થશાસ્ત્રીઓ અને શિક્ષકોના મતે વિકીપીડિયાની જાણકારી પર વિશ્વાસ ન કરવો જોઈએ તેના બદલે એનસાઈક્લોપીડિયા કે અન્ય વેબસાઈટનો સહારો લેવો જોઈએ.
દુનિયાના આ મહાનગરો પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ, કમોતે માર્યા જશે કરોડો લોકો?
વિકીપીડિયાની ખાસિયત જ છે તેની ખામી
વિકીપીડિયાને દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતો વ્યક્તિ તેને સંપાદિત કરી શકે છે. ઉદાહરણ તરીકે ગુગલમાં અમદાવાદ સર્ચ કરો તો વિકીપીડિયા તેને અમદાવાદની સ્થાપના તેના ઈતિહાસ અને શહેરની વિવિધતા વિશે જાણકારી મળે છે પરંતું કોઈ વ્યક્તિને અમદાવાદ શહેરની જાણકારીમાં કઈંક નવીન ઉમેરો કરવાનું લાગ્યું તો તે ઉમેરો કરી શકે છે. જો તે વ્યક્તિ પાસે જાણકારી સાચી હોય તો કોઈ સમસ્યા નથી અને લાખો લોકો તે જાણકારી મેળવી શકે છે પરંતું તે જાણકારીમાં તથ્યનો અભાવ હોય તો ગુગલમાં વિકીપીડિયાનો ઉપયોગ કરનાર ખોટી માહિતી મેળવી લે છે. તમે વિકીપીડિયા ઓપશન સિલેક્ટ કરશો તો તેમાં એડિટ ઓપ્શન આવશે અને તેમાં માહિતીમાં વધારો કરી શકાય છે.
વિકીપીડિયા ભલે લોકોની કેટલીક શંકાઓ દૂર કરી શક્યુ નથી પરંતું વૈશ્વિક રીતે સફળ છે તેમાં કોઈ બેમત નથી. સોશિયલ મીડિયાની બીજી સાઈટો પર સેન્સરશીપ, ફેક ન્યૂઝ, ખોટી માહિતીઓ ફેલાવવા સુધીના આક્ષેપ થતા હોય છે તેની સામે વિકીપીડિયાની પ્રતિષ્ઠા ઘણી સારી છે.
ક્યાંક લટકતા લટકતા, ક્યાંક ઉંઘતા ઉંઘતા અને ક્યાં પાણીના ટબમાં બેસીની ફિલ્મો જુઓ
વિકીપીડિયાની કિંમત શું છે? તેને આવક કઈ રીતે થાય છે?
વિકીપીડિયામાં તમને માહિતીનો ભંડાર મળતો હોય છે. એકતરફ કહેવાય છે કે વિકીપીડિયા નફો કરતી સંસ્થા નથી, તે શેરબજારમાં લિસ્ટેડ નથી તો દરેકને સવાલ અવશ્ય થાય કે વિકીપીડિયાનો આવકનો સ્ત્રોત ક્યો છે?.. જે કરોડો લેખોનો સંગ્રહ કરે છે તેની આવક કેટલી છે? આવા અનેક સવાલો લોકોના મનમાં થતા હોય છે. વિકીપીડિયા સાઈટને ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ સેનફ્રાન્સિસ્કોમાં આવેલી ચેરિટી સંસ્થા વિકીમીડિયા ફાઉન્ડેશન કરાવે છે. વિકીપીડિયાના મુખ્ય પ્રોડક્ટ અધિકારીના મતે વિકીપીડિયા સત્યનું રક્ષક છે. વિકીપીડિયાની આવક દાન અને યુઝર્સથી મળતા નાણાથી થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube