દુનિયાના આ મહાનગરો પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ, કમોતે માર્યા જશે કરોડો લોકો? 

અમે તમને એવા કેટલાક શહેરો વિશે જણાવી રહ્યા છે કે જેમના પર આ પાણીની સમસ્યાનું સૌથી મોટું જોખમ છે. 

દુનિયાના આ મહાનગરો પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ, કમોતે માર્યા જશે કરોડો લોકો? 

નવી દિલ્હી: ધરતી પર જીવન માટે સૌથી જરૂરી વસ્તુ છે પાણી (Water) . પરંતુ દુનિયાના અનેક મોટા મહાનગર હવે પાણીના કારણે મોટી મુશ્કેલીમાં પડી ગયા છે. અનેક શહેરોને પાણી પોતાનામાં સમાવી રહ્યું છે. તો કેટલાક મોટા શહેરો પાસે પોતાની વસ્તીની પાણીની પ્યાસ બુજાવવા માટે પૂરતું પાણી જ નથી. અમે તમને એવા કેટલાક શહેરો વિશે જણાવી રહ્યા છે કે જેમના પર આ પાણીની સમસ્યાનું સૌથી મોટું જોખમ છે. 

ઈસ્તંબુલ
તુર્કીના આ સૌથી મોટા શહેર પર સૌથી વધુ જોખમ તોળાઈ રહ્યું છે. આગામી 45 દિવસમાં આ શહેર ટીપે ટીપા માટે તરસશે. ઈસ્તંબુલમાં પાણીની કમી છેલ્લા 10 વર્ષમાં તુર્કી માટે સૌથી મોટી સમસ્યા બનીને સામે આવી છે. 

સાઓ પાઉલો
બ્રાઝીલની રાજધાની સાઓ પાઉલો દુનિયાના 10 ગાઢ વસ્તી ધરાવતા શહેરોમાંથી એક છે. અહીં વર્ષ 2015માં ઓલિમ્પિકની બરાબર પહેલા પાણીની સૌથી મોટી સમસ્યા ઊભી થઈ હતી અને સમગ્ર સાઓ પાઉલોની તરસ છીપાવવા માટે ફક્ત 20 દિવસનું પાણી જ વધ્યું હતું. જો કે હવે આ શહેર પોતાના નાગરિકોની પાણીની પ્યાસ છીપાવવા માટે પાણી વ્યવસ્થાને મજબૂત કરી રહ્યું છે. 

Sao Paulo

મેક્સિકો સિટી
મેક્સિકોની રાજધાનીમાં 21 મિલિયન લોકો રહે છે. એટલે કે બે કરોડ જેટલી વસ્તી છે. પરંતુ આ શહેરની પાસે પાણી છે જ નહીં. પોતાની જરૂરિયાતનું 40 ટકા પાણી મેક્સિકો બીજા શહેરો પાસે મંગાવે છે. 

Mexico City

કાહિરા
ઈજિપ્તની રાજધાની કાહિરા ભયાનક જળ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ભલે કાહિરાને નીલ નદીનું વરદાન મળેલું છે. પરંતુ યુએનના એક રિપોર્ટ મુજબ કાહિરામાં વર્ષ 2025 સુધી પીવાનું પાણી બચશે જ નહીં. 

Cairo

ટોકિયો
શાનદાર દેશ જાપાનની સુંદર રાજધાની અને દુનિયાની સૌથી ગાઢ વસ્તી ધરાવતું શહેર ટોકિયો જળ સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. અહીં 4 મહિના પાણી વરસે છે અને ટોકિયોના લોકો તે પાણી બચાવી રાખે છે. પરંતુ જે વર્ષે વરસાદ ઓછો પડે ત્યારે ટોકિયોની જનતા પાણીની સમસ્યાનો સામનો કરે છે. 

Tokyo

મોસ્કો
રશિયાના રાજધાની મોસ્કોમાં 70 ટકા વોટર સપ્લાય મોટી ઝીલોના પાણી દ્વારા થાય છે. મોસ્કોમાં સ્વચ્છ પાણીની અછત રહે છે. જેના કારણે પાણીજન્ય રોગ સતત આ શહેરને પરેશાન કરે છે. 

Moscow

જાકાર્તા
ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તાની અડધી વસ્તી પાસે પાઈપ લાઈનથી પાણી પહોંચતું નથી. જેના કારણે જાકાર્તામાં બોરિંગ દ્વારા લોકો ભૂગર્ભ જળનું પૂરપાટ ઝડપે દોહન કરી રહ્યા છે. આવનારા સમયમાં જાકાર્તામાં પીવાના સ્વચ્છ પાણીની ભારે અછત સર્જાવવાની છે. 

Jakarta

બેઈજિંગ
વર્લ્ડ બેન્કના રિપોર્ટ મુજબ જો કોઈ શહેર પાસે તેની વસ્તીના 1000 ક્યુબિક મીટરથી ઓછું પાણી હોય તો તે શહેર સંકટમાં છે. બેઈજિંગમાં તો પાણીની ઉપલબ્ધતા માત્ર 245 ક્યુબિક મીટર જ છે. 

Beijing

મેલબર્ન
ઓસ્ટ્રેલિયામાં પીવાના પાણીની અછત પહેલેથી છે. પરંતુ મેલબર્ન હાલ ઝડપથી વધતી જતી વસ્તી અને પાણીની અનુપલબ્ધતાના કારણે મુશ્કેલીમાં છે. અહીં જંગલોમાં લાગેલી આગે ભૂગર્ભ જળને ખતમ કરીને મેલબર્નને મોટા સંકટમાં નાખી દીધુ છે. 

Melbourne

લંડન
ઈંગ્લેન્ડની રાજધાની લંડન 2025થી જળ સંકટનો સામનો કરશે. ભલે લંડનને ટેમ્સ અને લી નદીઓનું પાણી મળે છે પરંતુ તે પૂરતું નથી. લંડનમાં ન્યૂયોર્ક અને પેરિસની સરખામણીએ ઓછો વરસાદ થાય છે. 

London

મિયામી
અમેરિકાના સૌથી મોટા શહેરોમાનું એક એવા મિયામીમાં આમ તો ભરપૂર વરસાદ થાય છે. પરંતુ વરસાદના પાણીના સંગ્રહના મામલે નબળા મેનેજમેન્ટને લીધે આ શહેર હંમેશા સમુદ્રના પાણી પર નિર્ભર રહે છે. જો કે મિયામી માટે સમુદ્રનું વધતું જળસ્તર જ મોટું જોખમ બની ગયું છે. 

Miami

(તમામ તસવીરો-સાભાર AFP)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news