નવી દિલ્હીઃ આઈફોન હોય કે પછી પ્રીમિયમ સ્માર્ટ ફોન, આપે અત્યાર સુધીમાં અનેક પ્રકારની ડિઝાઈન જોઈ હશે. પરંતુ આજે અમે આપને એક એવી ડિઝાઈન વાળો સ્માર્ટફોન બતાવવા જઈ રહ્યાં છે. જે દેખાવમાં એકદમ ટ્રાન્સપરન્ટ છે. અને તેમા વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ પણ મળે છે. સાંભળીને થોડી નવાઈ લાગશે પરંતુ આવા સ્માર્ટ ફોનનો વીડિયો સામે આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં ટ્વીટર પર એક વ્યક્તિએ 12 મિનિટનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક સ્પેશિયલ સ્માર્ટફોન બતાવવામાં આવ્યો છે. અને તેને ઓપરેટ પણ કરવામાં આવી રહ્યો છે. આ સ્માર્ટફોનની આરપાર આપ જોઈ શકો છો. આ ફોન નહીં પણ એક ટ્રાન્સપેરન્ટ ગ્લાસ હોય તેમ લાગી રહ્યું છે. આ ફોનનું ઈન્ટરફેસ એન્ડ્રોઈડ ઓએસ પર કામ કરતું જોવા મળી રહ્યું છે. અને એક હદ સુધી ફોનનું ઈન્ટરફેસ રેડમી જેવુ લાગી રહ્યું છે. અત્યાર સુધી આ ફોન અંગે કોઈ પણ કંપનીએ પુષ્ટિ નથી કરી.


વાયરલેસ ચાર્જિંગ પણ છે
કાચ જેવા ટ્રાન્સપરન્ટ ફોનમાં એક પ્રીમિયમ સ્માર્ટફોનનો ફીચર પણ આપવામાં આવ્યો છે. આ ફોનમાં વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમ પણ આપવામાં આવ્યું છે.


વોટ્સએપ યૂઝર્સ જે ફીચરની કાગડોળે રાહ જોતા હતા તે આવી ગયું, જાણીને ઉછળી પડશો


Redmi જેવો છે ઈન્ટરફેસ
મહત્વની વાત એ છે કે આ મોબાઈલમાં બતાવવામાં આવેલું ઈન્ટરફેસ રેડમીના ફોન જેવુ છે. અને એન્ડ્રોઈડ ઓએસ પર કામ કરે છે.  આ વીડિયોને ટ્વીટરના વેરિફાઈડ અકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube