WhatsApp માં આવ્યું એકદમ દમદાર ફીચર, જાણીને ઉછળી પડશો
વોટ્સએપ યૂઝર્સ જે ફીચરની રાહ જોઈ રહ્યા હતા તે વોટ્સએપે હવે આજે રોલઆઉટ કરી દીધુ છે. આ દમદાર ફીચર વિશે ખાસ જાણો. મેટાના સ્વામિત્વવાળી કંપની વોટ્સએપે આ નવા ફીચર વિશે ટ્વિટર પર જાણકારી આપી છે. રસપ્રદ વાત એ છે કે જ્યાં એક બાજુ વોટ્સએપ યૂઝર્સને મેસેજ ડિલીટ કરવા માટે સમયમર્યાદા વધારી રહ્યું છે ત્યાં એપલ આઈમેસેજ સાથે વિપરિત દિશામાં જઈ રહ્યું છે.
Trending Photos
WhatsApp Time limit to delete messages increased: મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ પોતાના પ્લેટફોર્મ પર યૂઝર્સના અનુભવને વધુ સારો કરવા માટે નીત નવા ફીચર્ચ લાવતું રહે છે. આજે કંપનીએ એક એવા દમદાર ફીચરને રોલ આઉટ કર્યું છે જે જાણીને તમે ઉછળી પડશો. આ અપડેટ આવ્યા બાદ યૂઝર્સ પોતાના પરિવાર, મિત્રો અને અન્યને મોકલેલા મેસેજ 2 દિવસ બાદ પણ ડિલીટ કરી શકશે. આ અગાઉ મોકલેલા મેસેજને ડિલીટ કરવા માટે જે ઓપ્શન હતું તેમાં સમયમર્યાદા એક કલાકની જ હતી. એટલે કે એક કલાક સુધી જ તમે મેસેજ ડિલીટ કરી શકો.
મેટાના સ્વામિત્વવાળી કંપની વોટ્સએપે આ નવા ફીચર વિશે ટ્વિટર પર જાણકારી આપી છે. વોટ્સએપે જણાવ્યું કે આ ઓપ્શન ચોક્કસપણે એવા લોકો માટે મદદગાર સાબિત થશે જે અગાઉ મોકલેલા મેસેજને ડિલીટ કરવાનું વિચારી રહ્યા હશે. જો કે આ નવી સુવિધા માટે યૂઝર્સે પોતાનું વોટ્સએપ વર્ઝન અપડેટ કરવાનું રહેશે.
હવે 2 દિવસ બાદ પણ મેસેજ ડિલીટ કરી શકાશે
વોટ્સએપ યૂઝર્સ પાસે મેસેજ મોકલ્યા બાદ હવે તેને હટાવવા માટે 2 દિવસ અને 12 કલાકનો સમય રહેશે. અગાઉ આ સમય ફક્ત 1 કલાક 8 મિનિટ અને 16 સેકન્ડનો હતો. વોટ્સએપ પર મોકલાયેલા મેસેજને હટાવવા માટે તમારે થોડી પળો માટે તેને ટેપ કરી હોલ્ડ કરવાનું રહેશે અને પછી ડિલીટ બટન પર ક્લિક કરીને મેસેજ ડિલીટ કરવો.
💭 Rethinking your message? Now you’ll have a little over 2 days to delete your messages from your chats after you hit send.
— WhatsApp (@WhatsApp) August 8, 2022
એપલ યૂઝર્સ આ ફેરફાર ખાસ જાણે
રસપ્રદ વાત એ છે કે જ્યાં એક બાજુ વોટ્સએપ યૂઝર્સને મેસેજ ડિલીટ કરવા માટે સમયમર્યાદા વધારી રહ્યું છે ત્યાં એપલ આઈમેસેજ સાથે વિપરિત દિશામાં જઈ રહ્યું છે. IOS 16 ના પહેલા બીટા વર્ઝનમાં યૂઝર્સ પાસે મેસેજ અનસેન્ડ કરવા માટે 15 મિનિટનો સમય હતો. હવે નવા બીટા સાથે આ સમયમર્યાદા ઘટાડીને ફક્ત 2 મિનિટ કરી દેવાઈ છે.
આ સુવિધા ખુબ વિવાદાસ્પદ રહી છે. કેટલાક યૂઝર્સનું માનવું છે કે સંદેશાઓને સંપાદિત કરવા અને મોકલવાના વિકલ્પોનો ઉપયોગ દુર્ભાવનાપૂર્ણ ઉદ્દેશ્યો માટે થઈ શકે છે. તેણે એપલને iMessage માં સંપાદિત સંદેશાઓ માટે એક પરિવર્તન ઈતિહાસ જોડવા માટે પ્રેરિત કર્યો. આ બધા વચ્ચે લોકપ્રિય વોટ્સએપ અને આઈમેસેજ પ્રતિસ્પર્ધી ટેલીગ્રામ યૂઝર્સને કોઈ પણ સમયમર્યાદા વગર સંદેશાઓને સંપાદિત કરવાની અને હટાવવાની સુવિધા આપે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે