Pregnancy Tips: ગુજરાત સરકારના "ધ સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ" (CED), અને  "AADEE ગર્ભસંસ્કાર એપ" વચ્ચે પ્રોમીસિંગ પ્રેગનન્સી માર્કેટના એસ્પાઈરિંગ ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે તેમજ પ્રાચીન ભારતીય પ્રથા અનુસાર  પ્રિનેટલ એજ્યુકેશન આપવા માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) સાઈન કરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઠપ્પ થઇ ગયેલો ધંધો પણ સડસડાટ દોડવા લાગશે, આખેઆખી બાજી ફેરવી નાખશે આ ટોટકો


આ એમઓયુ અંતર્ગત "AADEE ગર્ભસંસ્કાર એપ" CED સાથે  સંકળાયેલા પ્રેગનન્સી માર્કેટ ઉદ્યોગ સાહસિકોને સગર્ભાવસ્થા-સંબંધિત ઉત્પાદનો અને સેવાઓ માટે જરૂરી કુશળતા અને જ્ઞાનથી સજ્જ કરશે, તેમજ ગર્ભ સંસ્કારના વિશિષ્ટ ક્ષેત્રમાં આંતરદૃષ્ટિ પ્રદાન કરશે, જે ઉદ્યોગસાહસિકોને  આ ક્ષેત્રમાં નવીન સાહસો કરવા માટે સક્ષમ બનાવશે.


ચંદન કરતાં પણ અનેક ગણું મોંઘું છે આ લાકડું, 1 કિલોની કિંમત 8 લાખ રૂપિયા
Black Magic ની આ રાશિઓ પર થાય છે સૌથી વધુ અસર, થવા લાગે છે આ ઘટનાઓ


આ અંગે વધુ જણાવતા "AADEE ગર્ભસંસ્કાર એપ"ના CEO અને ફાઉન્ડર, આશા વઘાસિયાએ કહ્યું કે, " ગર્ભસંસ્કાર ક્ષેત્રમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે AADEE અને CED વચ્ચે થયેલા આ જોડાણ કરતા અમે આનંદિત છીએ. આ ભાગીદારી ઉદ્યોગસાહસિકો માટે આશાસ્પદ પ્રેગ્નન્સી માર્કેટમાં ઉત્કૃષ્ટ બનવાના નવા રસ્તાઓ ખોલે છે, અમે આ એમઓયુ દ્વારા લગભગ 1000  ઉદ્યોગસાહસિકોને તાલિમ આપીશું." આ સંયુક્ત પ્રયાસ મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકો માટે સહાયક ઇકોસિસ્ટમ બનાવશે, તેમના વ્યવસાયિક સપનાને સાકાર કરવામાં સુવિધા આપશે.


શું હોય છે 'ગર્ભ સંસ્કાર' પદ્ધતિ? (What is Garbh Sanskar method)
નિષ્ણાતો માને છે કે ગર્ભાશયમાં ઉછરતું બાળક માતાની આસપાસના વાતાવરણમાંથી ઘણું શીખે છે. માતાના સારા અને ખરાબ મૂડની પણ સીધી અસર બાળક પર પડે છે. ગર્ભાવસ્થાના ત્રીજા મહિનામાં, બાળકનું મગજ વિકસિત થાય છે, જેના કારણે તે બાહ્ય પ્રવૃત્તિઓને અનુભવે છે. ગર્ભ સંસ્કાર દ્વારા, બાળકને સારા ખોરાક, આધ્યાત્મિક જ્ઞાન અને સંગીત સાથે જોડવામાં આવે છે, જેથી તેની સકારાત્મક અસર પડે. સરળ શબ્દોમાં કહીએ તો અજાત બાળકના મનને શિક્ષિત કરવાની પ્રક્રિયાને ગર્ભ સંસ્કાર વિધિ કહેવામાં આવે છે.


Investments: શેરબજારના કડાકા-ભડાકા વચ્ચે 5 ગણા રૂપિયા કર્યા, 5 દિવસમાં 38% વધ્યો
IPO વડે કમાવવા છે રૂપિયા? સેબીએ 4 કંપનીઓને આપી મંજૂરી.. જલદી જ થશે ઇશ્યૂ


શું કહે છે આયુર્વેદ એક્સપર્ટ
ડો. અબરાર મુલતાનીના જણાવ્યા મુજબ, ગર્ભ સંસ્કાર લોકપ્રિયતા મેળવી છે કારણ કે તે બાળકના માનસિક અને શારીરિક વિકાસમાં ફાળો આપે છે. ગર્ભ સંસ્કાર વિશે પ્રાચીન શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે અને તેનો આયુર્વેદમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તંદુરસ્ત આહાર, હકારાત્મક વિચારો, નિયમિત કસરત અને પ્રેમાળ બંધન એ ગર્ભ સંસ્કારના મુખ્ય ઘટકો છે.


Swift અને WagonR સહિત 2023 માં સૌથી વધુ વેચાઇ આ 5 કાર, 5મા ક્રમે નેક્સન
બાપરે...ફ્લેટની કિંમતમાં ફોન: Samsung Galaxy S24 માં એવા તો શું હીરા-મોતી જડ્યા છે?


ગર્ભ સંસ્કારનું પરંપરાગત મહત્વ
જો આપણે પરંપરાગત રીતે જોઈએ તો, આ પ્રથા પ્રાચીન સમયથી હિન્દુ પરંપરાનો એક ભાગ છે. ઉદાહરણ તરીકે, અભિમન્યુ અને પ્રહલાદ જેવા પૌરાણિક પાત્રો પર ગર્ભ સંસ્કારની ખૂબ જ સકારાત્મક અસર પડી હતી, કારણ કે વાર્તાઓમાં સ્પષ્ટ થાય છે કે તેઓએ તેમની માતાના ગર્ભમાંથી જ જ્ઞાન મેળવ્યું હતું.


1 બોનસ શેર અને સ્ટોક વહેંચવાની જાહેરાત, 8 થી 1800 રૂ.ને પાર પહોંચ્યો આ કંપનીનો શેર
Stock Market: 17 પૈસાથી 600 રૂ.ને પાર આ Multibagger, આ મોટી જાહેરાત બાદ બન્યો તોફાની


ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભ સંસ્કારના ફાયદા (Benefits of Garbh Sanskar during pregnancy)
- એવો દાવો કરવામાં આવે છે કે બાળકના મગજનો વિકાસ થાય છે અને તે ભવિષ્યમાં બુદ્ધિશાળી બને છે.
- તબીબોનું માનવું છે કે ગર્ભ સંસ્કાર પદ્ધતિથી જન્મેલું બાળક વ્યવહારુ હોય છે અને જન્મથી જ તેની આદતો સારી હોય છે.
-  નિષ્ણાતો કહે છે કે યોગ, સંગીત અને આહારની બાળક પર સકારાત્મક અસર પડે છે.
-  આનાથી બાળકની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને તમને ઘણી બીમારીઓથી સુરક્ષિત રાખે છે.
-  ગર્ભ સંસ્કાર પદ્ધતિ માતાને તણાવમુક્ત રાખે છે, તેથી માતા અને બાળકનું મન શાંત રહે છે, જેના કારણે પ્રસૂતિ વખતે કોઈ તકલીફ થતી નથી.


30 વર્ષ બાદ ફેબ્રુઆરીમાં શનિ થશે અસ્ત, શનિની યુતિ આ રાશિઓની લાઇફમાં મચાવશે ધમાલ
Grah Gochar: આવતા મહિને પલટી મારશે આ 5 રાશિઓનું ભાગ્ય, ઝડપથી વધશે બેંક બેલેન્સ