Swift અને WagonR સહિત 2023 માં સૌથી વધુ વેચાઇ આ 5 કાર, 5મા ક્રમે નેક્સન

Best Selling Cars: વર્ષ 2023 માં સૌથી વધુ વેચાનારી 5 કાર-મારુતિ સ્વિફ્ટ, વેગનઆર, બલેનો, બ્રેઝા અને ટાટા નેક્સન છે

Swift અને  WagonR સહિત 2023 માં સૌથી વધુ વેચાઇ આ 5 કાર, 5મા ક્રમે નેક્સન

Best Selling Cars In 2023 In India: મારુતિ સુઝુકી ભારતીય કાર માર્કેટમાં મહત્તમ હિસ્સા સાથે આગળ છે. મારુતિ સુઝુકી પાસે એફોર્ડેબલ કારનો મોટો પોર્ટફોલિયો છે. તેથી જ દર વર્ષે તે મહત્તમ સંખ્યામાં કાર વેચવામાં સફળ થાય છે. મારુતિ સુઝુકી ટોપ સેલિંગ કાર કંપની છે. વર્ષ 2023માં પણ તેણે સૌથી વધુ કાર વેચી છે.

હવે જો સૌથી વધુ વેચાતી કારની વાત કરીએ તો મારુતિ સુઝુકીના મોડલ પણ આ લિસ્ટમાં ટોપ પર છે. વર્ષ 2023માં સૌથી વધુ વેચાતી 5 કાર છે- મારુતિ સ્વિફ્ટ, વેગનઆર, બલેનો, બ્રેઝા અને ટાટા નેક્સન છે. પહેલા ચાર મોડલ મારુતિના છે અને પછી પાંચમા નંબરે ટાટાની કાર છે.

વર્ષ 2023 દરમિયાન મારુતિ સુઝુકી સ્વિફ્ટના કુલ 2,03,469 યુનિટ વેચાયા છે. આ સાથે તેણે બેસ્ટ સેલિંગ કારનો ખિતાબ જીત્યો. વર્ષ 2022ની સરખામણીએ તેના વેચાણમાં 15 ટકાનો વધારો થયો છે કારણ કે તે સમયે 1,76,424 યુનિટ વેચાયા હતા.

સ્વિફ્ટ બાદ મારુતિ સુઝુકી વેગનઆર, બલેનો અને બ્રેઝા અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા સ્થાને છે. વર્ષ 2023માં વેગનઆરના કુલ 2,01,301 યુનિટ, બલેનોના કુલ 1,93,989 યુનિટ અને બ્રેઝાના કુલ 1,70,588 યુનિટ વેચાયા છે.

ત્યારબાદ નેક્સોન રહી. વર્ષ 2023માં નેક્સનના કુલ 1,70,311 યુનિટ વેચાયા છે. આ સાથે તે પાંચમા નંબર પર પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી. જો કે, તેના વેચાણ અને બ્રેઝાના વેચાણ વચ્ચે ખૂબ જ થોડો તફાવત છે.

2023ની ટોચની 5 બેસ્ટ સેલિંગ કાર્સ
-- મારુતિ સ્વિફ્ટ- 2,03,469 યુનિટ્સ વેચાયા
-- મારુતિ વેગનઆર- 2,01,301 યુનિટ્સ વેચાયા
-- મારુતિ બલેનો- 1,93,989 યુનિટ્સ વેચાયા
-- મારુતિ બ્રેઝા- 1,70,588 યુનિટ્સ વેચાયા
--ટાટા નેક્સોન- 1,70,311 યુનિટ્સ વેચાયા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news