ઝી મીડિયા/બ્યૂરો :ભારત સરકારે 2 એપ્રિલના રોજ કોરોના વાયરસ (COVID-19) ટ્રેકર એપ Aarogya Setu લોન્ચ કરી હતી. માત્ર ત્રણ દિવસના અંદર જ આ એપને 1 કરોડથી વધુવાર ડાઉનલોડ કરવામાં આવી છે. સરકારની  આએપ બ્લૂટુથ અને લોકેશન ટ્રેકરની મદદથી તમારા કોઈની સાથેનું ઈન્ટરએક્શન ટ્રેક કરે છે. આ કારણે તમે એલર્ટ રહો છો. આ એપને સરકારે Android અને iOS યુઝર્સ માટે લોન્ચ કરી છે. નીતિ આયોગના પ્રોગ્રામ ડાયરેક્ટર અરનબ કુમારે પોતાના ટ્વિટર હેન્ડલથી માહિતી શેર કરતા કહ્યું કે, આ એપને માત્ર ત્રણ દિવસમાં જ 80 લાખથી વધુવાર ડાઉનલોડ કરવામાં આવી છે. આ આંકડો Android અને iOS બંનેનો મળીને છે.   


તબગિલી જમાતીઓને કારણે ગુજરાતમાં જ્યાં ન હતું તે વિસ્તારોમાં ય કોરોના પહોંચ્યું 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

80 લાખ લોકો આ વિશે વાત કરી રહ્યાં છે
Aarogya Setu એપ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આ એપ તમને કોરોના વાયરસથી બચવાની ટિપ્સ આપે છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ઉપરાંત વારંવાર હાથ ધોવાથી લઈને માસ્કનો ઉપયોગ કરવા પર વિવિધ માહિતી ઉપલબ્ધ કરાવે છે. આ એપ હિન્દી અને અંગ્રેજીની સાથે સાથે ગુજરાતી તેમજ મરાઠી જેવી રિજનલ ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે. આ એપના પ્રાઈવસી સેટિંગ્સમાં જો તમે તમારા બ્લુટુથ અને લોકેશન ડેટેના ઈનેબલ કરો છો, તો તો તેનો ડેટા માત્ર ભારત સરકાર દ્વારા જ શેર કરવામા આવશે. સાથે જ, આ એપના માધ્યમથી નામ અને મોબાઈલ નંબરને કોઈની સાથે ડિસ્ક્લોઝ કરાતા નથી. તો જાણી લો કેવી રીતે તેનો ઉપયોગ કરશો. 


રવિવારે કોરોનાના સૌથી મોટા સમાચાર અમદાવાદથી, 6 તબગિલી જમાતીના રિપોર્ટ પોઝિટિવ 


  • સૌથી પહેલા Google Play Store અથવા iOS App Store દ્વારા  Aarogya Setu એપ ડાઉનલોડ અથવા ઈન્સ્ટોલ કરો. 

  • તેના બાદ એપ ઈન્ફોર્મેશન પેજ પર જઈને રજિસ્ટર નાઉ પર ટેપ કરો.

  • તે તમને GPS અને બ્લુટુથ માટે પરમિશન માંગશે. તમને પરમિશન ગ્રાન્ટ કરીને આગળ વધો.

  • આગામી પેજ પર તમને તમારો મોબાઈલ નંબર નોંધાવાનો ઓપ્શન મળશે. મોબાઈલ નંબર નોંધ્યા બાદ તમારી પાસે OTP આવશે. જેને નોંધીને તમે આગળ જઈ શકશો.

  • આગળ વધતાજ  તમને લીલા કે પીળા રંગ દ્વારા તમારુ રિસ્ક લેવલ નોંધ કરશે. જો તમે સેફ છો તો તે લીલા રંગમાં નોંધાશે. અને જો પીળો રંગ આવે છે તો તમે રિસ્કમા છો અને તમારે હેલ્પલાઈન પર સંપર્ક કરવાનો રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર