નવી દિલ્હીઃ AC Bed Sheet: ઉનાળામાં લોકો પરસેવા અને ભેજથી પીડાય છે. વધારે તાપમાનને કારણે ઘરની અંદર રાખેલો પલંગ પણ ગરમ થઈ જાય છે, જેના કારણે ઊંઘમાં પણ ખલેલ પહોંચે છે. જેમની પાસે AC છે તેઓ પણ વધુ બીલ આવવાના ડરથી એસી લાંબા સમય સુધી ચલાવતા નથી. આવી સ્થિતિમાં લોકો ઉનાળામાં ઠંડક મેળવવા તલપાપડ રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજકાલ બજારમાં એક એવી ઠંડી ચાદર મળી રહી છે, જેને પાથરતાની સાથે બેડમાંથી ઠંડી હવા બહાર આવવા લાગે છે. આ AC Bed Sheet ની ખાસિયત છે કે તે ચાલવામાં ખુબ ઓછો વીજળી વપરાશ કરે છે અને જરાય અવાજ કરતી નથી. એટલે કે તમે આરામથી સુઈ શકો છો. 


AC Bed Sheet આપશે આરામની નીંદર
ઠંડક આવનારી આ બેડ પર પાથરવામાં આવે તો સાધારણ ચાદર જેવી દેખાય છે. પરંતુ તેમાં ઉપયોગ થનારી તકનીક ખાસ છે. તેમાં કૂલિંગ માટે જેલ તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે હવાના પસાર થવા પર ઠંડી થઈ જાય છે. આ ચાદરના એક છેડા પર ટ્યૂબની અંદર કુલિંગ ફેન લગાવવામાં આવ્યો છે, જે હવાને ચાદરની અંદર મોકલે છે. આ ફેન એટલો સાયલેન્ટ છે કે તે ચાલવાનો ખ્યાલ પણ આવતો નથી. ફેનની સ્પીડમને કંટ્રોલ કરવા માટે એક કંટ્રોલ બોક્સ અને ગરમ હવાને બહાર કાઢવા માટે ટ્યૂબ આપવામાં આવી છે. 


આ પણ વાંચોઃ Reliance Jio Plan: દરરોજ 1.5 GB, ફ્રી કોલિંગ અને SMSનો લાભ, આ છે જિયોનો બેસ્ટ પ્લાન


એક બલ્બ કરતા પર ઓછો છે ખર્ચ
તમને જાણીને આશ્ચર્ય થશે કે આ એસી બેડ શીટથી ઠંડક મેળવવા માટે એક બલ્બ કરતા પણ ઓછો ખર્ચ આવે છે. તેમાં લાગેલો કૂલિંગ ફેન માત્ર 4.5 વોટ વીજળીનો વપરાશ કરે છે. એટલે કે એક સપ્તાહ ચલાવવા પર 1 યુનિટ જેટલી વીજળી વપરાશે. તેનું વજન માત્ર 2 કિલોગ્રામ છે. તમે તેને ફોલ્ડ કરીને પણ ગમે ત્યાં લઈ જઈ શકો છો. તેમાં ટાઇમર પણ આપવામાં આવે છે, જેથી તમે કલાકો પ્રમાણે કૂલિંગ પણ સેટ કરી શકો છો. 


કેટલી છે કિંમત
AC Bedsheet તમને ઓફલાઇન અને ઓનલાઇન બંને માર્કેટમાં મળી જશે. પરંતુ જો તમે ઓનલાઇન ખરીદો છો તો આ બેડ શીટ તમને થોડી સસ્તી મળશે. ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પર તેને 1500 રૂપિયાથી 2000 રૂપિયાની કિંમત પર ખરીદી શકાશે. 


આ પણ વાંચોઃ આ AI Photo Editor Apps મચાવી રહી છે ધૂમ, સામાન્ય ફોટોને બનાવે છે Extraordinary


સફાઈમાં રાખો સાવધાની
AC બેડ શીટને કોઈ સાધારણ ચાદરની જેમ સાફ કરી શકાય નહીં. તેને ભીની કરવાથી ઇલેક્ટ્રિક ઉપકરણ અને ફેન ખરાબ થઈ શકે છે. ગંદી થવા પર તમે તેને કોરા કપડાથી સાફ કરી શકો છો. આ ચાદરનો ઉપયોગ ગરમીમાં વધુ કરવામાં આવે છે. પરંતુ જો વધુ ગરમી હોય તો તમે ગમે તે સીઝનમાં તેનો ઉપયોગ કરી શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube