નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે. ત્યારબાદ તમારા મોબાઈલ રિચાર્જનો ચાર્જ વધી જશે. હકીકતમાં લોકસભા ચૂંટણી બાદ દૂરસંચાર કંપનીઓ રિચાર્જના ભાવમાં 15-17 ટકા સુધીનો વધારો કરી શકે છે. એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. દેશમાં 19 એપ્રિલથી એક જૂન સુધી સાત તબક્કામાં ચૂંટણી થશે. ચાર જૂને મતગણતરી કરવામાં આવશે. એન્ટીક સ્ટોક બ્રોકિંગના એક રિપોર્ટ અનુસાર આ ક્ષેત્રમાં ભાવમાં વધારો નજીક છે અને ભારતી એરટેલને તેનો સૌથી વધુ ફાયદો થઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું- અમને આશા છે કે ચૂંટણી બાદ ઉદ્યોગ 15-17 ટકા ચાર્જમાં વધારો કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિસેમ્બર, 2021 બાદ નથી થયો વધારો
છેલ્લે ડિસેમ્બર 2021માં ચાર્જમાં આશરે 20 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ભારતની બીજી સૌથી મોટી ટેલીકોમ કંપની માટે પ્રતિ ગ્રાહક એવરેજ કમાણી (એઆરપીયુ) નો ડ્રાફ્ટ રજૂ કરતા બ્રોકરેજ નોટમાં કહેવામાં આવ્યું કે ભારતી એરટેલનો વર્તમાન એઆરપીયુ 208 રૂપિયા નાણાકીય વર્ષ 2026-2027ના અંત સુધી 286 રૂપિયા સુધી પહોંચવાની સંભાવના છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું- અમને આશા છે કે ભારતીય એરટેલના ગ્રાહક આધાર પ્રતિ વર્ષ આશરે બે ટકાના દરે વધશ, જ્યારે ઉદ્યોગમાં પ્રતિ વર્ષ એક ટકાનો વધારો થશે.


આ પણ વાંચોઃ 2 મહિનાનો રિચાર્જ પ્લાન ફ્રી, રિલાયન્સ જિયોએ આ યૂઝર્સ માટે લોન્ચ કરી નવી ઓફર


વોડાફોન-આઈડિયાની બજાર ભાગીદારી
તેમાં ગ્રાહક આધાર પક કહેવામાં આવ્યું- વોડાફોન આઈડિયાની બજાર ભાગીદારી 2018ના 37.2 ટકાથી ઘટી ડિસેમ્બર 2023માં આશરે અડધી એટલે કે 19.3 ટકા રહી ગઈ છે. ભારતીની બજાર ભાગીદારી આ દરમિયાન 29.4 ટકાથી વધી 33 ટકા થઈ ગઈ છે.  જિયોની બજાર ભાગીદારી આ દરમિયાન 21.6 ટકાથી વધી 39.7 ટકા થઈ ગઈ છે.