MG Motors ભારતમાં ઘણી મોટી યોજનાઓ પર કામ કરી રહી છે. મે 2019માં MG Hector SUV ની લોન્ચિંગ બાદ તે પહેલી ઇલેક્ટ્રિક MG eZS એસયૂવી લોન્ચ કરશે. તેની ખાસિયત હશે કે આ સિંગલ ચાર્જમાં 400 કિમીનું અંતર કાપશે. આવો જાણીએ શું છે eZS એસયૂવીની ખાસિયતો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમજીની eZS માં 110 કિલોવોટની ઇલેક્ટ્રિક મોટર લાગેલી હશે. તેના યૂરોપિયન મોડલમાં 45.6 kWh વાળી લીથિયમ આયન બેટરી લાગે છે. જે ન્યૂ યૂરોપિયન ડ્રાઇવિંગ સાઇકલ (એનઇડીસી) મુજબ 355 કિમીનું અંતર કાપશે. તો બીજી તરફ ભારતમાં લોન્ચ થનાર મોડલમાં 52.5 kWh વાળી લીથિયમ આયન બેટરી લાગેલી હશે, જે સિંગલ ચાર્જમાં 400 કિમીનું અંઅતર લાગશે. 


મળતી માહિતી અનુસાર એમજીની એસયૂવી એસી વોલ સોકેટ પર ચાર થવામાં 8 કલાકનો સમય લેશે. તો બીજી તરફ ડીસી ચાર્જર પર માત્ર 30 મિનિટમાં જ 80 ટકા સુધી ચાર્જ થઇ જશે. તો બીજી તરફ માત્ર 3.1 સેકન્ડમાં 0.50 કિમી પ્રતિ કલાકની ગતિ પકડી લેશે. 


સમાચારો અનુસાર એમજી પોતાની આ એસયૂવીની કિંમત 20 લાખ રૂપિયાની આસપાસ રાખશે. તો બીજી તરફ MG eZS ની ટક્કર Hyundai Kona ઇલેક્ટ્રિક એસયૂવી સાથે થશે. આ ઉપરાંત મારૂતિની વેગન આર ઇલેક્ટ્રિક સિંગલ ચાર્જ પર 200 કિમી દોડશે. તો બીજી તરફ મહિંદ્વાની એક્સયૂવી300 ફૂલ ચાર્જ પર 400 કિમી દોડશે. તો બીજી તરફ કોના ઇલેક્ટ્રિક એસયૂવીની કિંમત 20 લાખની આસપાસ હશે અને સિંગલ ચાર્જમાં 200 કિમી સુધી દોડશે. 


એમજીની eZS ભારતમાં નવેમ્બર 2019માં લોન્ચ કરવામાં આવી શકે છે. એમજીએ પોતાની eZS એસયૂવીને ગત વર્ષે ગ્વાંગઝૂ ઓટો શોમાં લોન્ચ કરવામાં આવી હતી. તો એમજી આ એસયૂવીને કંપ્લીટલી બિલ્ડ યૂનિટ (સીબીયૂ) મોડલ હેઠળ ચીનથી મંગાવવામાં આવશે. શરૂઆતમાં એમજી મોટર્સ 250 યૂનિટ્સ ઇંપોર્ટ કરશે. આમ રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના તે આદેશ બાદ થઇ રહ્યું છે જેમાં મંત્રાલયે કહ્યું હતું કે ઓરિજનલ ઇક્વિમેંટ મેન્યૂફેક્ચરર (ઓઇએમ) સીમિત સંખ્યામાં કેટલાક મોડલ્સ આયાત કરી શકે છે. 


એમજીની યોજના છે કે જો એસયૂવીને સારી પ્રતિક્રિયા મળે છે તો તે ગુજરાતના હાલોલમાં તેનું કારખાનું સ્થાપશે, જેમાં કારની બેટરી બનાવવામાં આવશે. એમજીને ફેમ-2થી ખૂબ આશાઓ છે, જેના હેઠળ સરકાર ફેમ-2 એટલે કે ફાસ્ટર એડપ્શન એન્ડ મેન્યૂફેક્ચર ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ સ્કીમ પર કામ કરી રહી છે. જેના હેઠળ સરકાર ઇલેક્ટ્રિક કારો પર જોરદાર સબસિડી આપશે, જેથી લોકો પેટ્રોલ અને ડીઝલ કારો છોડીને ઇલેક્ટ્રિક કારો પર શિફ્ટ કરે. ફેમ-2 હેઠળ કારની 25 ટકા રકમ કેંદ્વ અને રાજ્યો સરકારો મળીને વહન કરશે.