નવી દિલ્હીઃ ટેલિકોમ કંપનીઓ એરટેલ અને વોડાફોન-આઈડિયા યૂઝર્સને ઘણા શાનદાર પ્રીપેડ પ્લાન ઓફર કરી રહી છે. તો યૂઝર્સને આજકાલ તે પ્લાન વધુ પસંદ આવે છે, જેમાં ડેલી ડેટાની સાથે ઓટીટી બેનિફિટ્સનો લાભ મળે છે. જો તમે પણ આ યૂઝર્સમાંથી છો તો કંપનીઓ પાસે તમારા માટે જબરદસ્ત પ્લાન છે. 400 રૂપિયાથી ઓછી શરૂઆતી કિંમતવાળા આ પ્લાનમાં દરરોજ 2.5જીબી સુધીનો ડેટા આપવામાં આવી રહ્યો છે. આ સિવાય તેમાં તમને ડિઝ્ની+હોટસ્ટાર અને એમેઝોન પ્રાઇમ વીડિયોનું સબ્સક્રિપ્શન પણ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોડાફોન-આઈડિયાનો 399 રૂપિયાવાળો પ્લાન
કંપનીના આ પ્લાનમાં ઈન્ટરનેટ યૂઝ કરવા માટે દરરોજ 2.5 જીબી ડેટા મળશે. 28 દિવસની વેલિડિટી સાથે આવતા પ્લાનમાં તમને 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી રહી છે. કંપનીના આ પ્લાનમાં યૂઝર્સને 3 મહિના માટે ડિઝ્ની+હોટસ્ટાર મોબાઇલનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે. આ સિવાય પ્લાનમાં તમને બિંજ ઓલ નાઇટ, વીકેન્ડ ડેટા રોલઓવર અને ડેટા ડિલાઇટ્સ બેનિફિટ પણ મળશે. 


આ પણ વાંચોઃ ઇન્ટરનેટ વિના કરો UPI Payment!, બસ '4' ડિજિટ રાખો યાદ


વોડાફોન-આઈડિયાનો 499 રૂપિયાનો પ્લાન
કંપનીનો આ પ્લાન પણ 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં કંપની ઈન્ટરનેટ યૂઝ કરવા દરરોજ 2જીબી ડેટા આપી રહી છે. પ્લાનમાં તમને દરરોજ 100  ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ પણ મળશે. વોડાના આ પ્લાનમાં 1 વર્ષ માટે ડિઝ્ની+હોટસ્ટાર મોબાઇલનું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું છે. આ પ્લાનમાં તમને 399 રૂપિયાવાળા પ્લાનના એડિશનલ બેનિફિટ મળશે. 


વોડાફોન-આઈડિયાનો 1066 રૂપિયાનો પ્લાન
84 દિવસની વેલિડિટી સાથે આવનાર આ પ્લાનમાં તમને દરરોજ 2જીબી ડેટા મળશે. પ્લાનમાં કંપની દરરોજ ફ્રી 100 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગનો લાભ આપી રહી છે. આ પ્લાનમાં યૂઝર્સ 1 વર્ષ સુધી ડિઝ્ની+હોટસ્ટારની મજા માણી શકશે. 1066 રૂપિયાના આ પ્લાનમાં તમને બિંઝ ઓલ નાઇટ, વીકેન્ડ ડેટા રોલઓવર અને ડેટા ડિલાઇટ્સ જેવા એડિશનલ બેનિફિટ મળશે. 


આ પણ વાંચોઃ આ ફોન એકવાર ચાર્જ કરશો 45 દિવસ લો નહી થાય બેટરી, પછાડશો તો તૂટશે નહી, જાણો કિંમત


એરટેલનો 499 રૂપિયાનો પ્લાન
કંપનીના આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળી રહી છે. પ્લાનમાં તમને ઈન્ટરનેટ યૂઝ કરવા માટે દરરોજ 2જીબી ડેટા મળશે. આ સિવાય પ્લાનમાં દરરોજ 100 એસએમએસ અને ફ્રી કોલિંગનો લાભ આપવામાં આવી રહ્યો છે. પ્લાનમાં તમને ત્રણ મહિના માટે ડિઝ્ની+હોટસ્ટાર અને વિંક મ્યૂઝિકનું ફ્રી એક્સેસ પણ મળશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube