ઇન્ટરનેટ વિના કરો UPI Payment!, બસ '4' ડિજિટ રાખો યાદ

આજકાલ તમામ કામ ઇન્ટરનેટ દ્વારા થાય છે. એક સમય હતો જ્યારે પેમેન્ટ કરવા માટે બેંકમાં જવું પડતું હતું. પરંતુ UPI પેમેન્ટથી તમામ કામ સરળ થઈ ગયા છે. હવે પળવારમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. આ માટે તમારી પાસે માત્ર સ્માર્ટફોન હોવો જરૂરી છે. UPI માટે ઇન્ટરનેટ જરૂરી છે. જ્યારે તમે દુકાનમાં જઈને પેમેન્ટ કરો છો, ત્યારે ઈન્ટરનેટ કામ કરવાનું બંધ કરી દે છે, પછી પેમેન્ટ શક્ય નથી. એક એવી ટ્રિક છે, જેને અનુસરીને તમે ઇન્ટરનેટ વગર UPI પેમેન્ટ કરી શકો છો. આવો જાણીએ કેવી રીતે...

ઇન્ટરનેટ વિના કરો UPI Transfer

1/5
image

તમે તમારી પેમેન્ટ એપથી ઇન્ટરનેટ વગર સરળતાથી UPI ટ્રાન્સફર કરી શકશો પરંતુ તેના માટે તમારા ફોનમાં નેટવર્ક હોવું જરૂરી છે.

ફોલો કરો આ ટીપ્સ

2/5
image

તમને જણાવી દઈએ કે મોબાઈલ ડેટા કે ઈન્ટરનેટ વગર પેમેન્ટ કરવા માટે તમારે USSD સર્વિસનો ઉપયોગ કરવો પડશે. આ માટે સૌથી પહેલા તમારે તમારા સ્માર્ટફોન પર '*99#' ડાયલ કરવાનું રહેશે. 

UPI ID એન્ટર કરો

3/5
image

આ પછી, તમને એક પોપ-અપ મેનૂ દેખાશે, જેમાં આપેલા ઘણા વિકલ્પોમાંથી તમારે પહેલો વિકલ્પ એટલે કે 'સેન્ડ મની' પસંદ કરવાનો રહેશે. હવે, નાણાં મોકલવા માટે વિવિધ વિકલ્પો દેખાશે જેમાં UPI ID, બેંક ખાતાની વિગતો અને મોબાઇલ નંબર એન્ટર કરવી પડશે.

UPI પિન દાખલ કરો

4/5
image

અહીંથી મોડ ઓફ પેમેન્ટ સિલેક્ટ કરો અને પછી જરૂરી વિગતો ભર્યા પછી, તમારે કેટલા પૈસા ટ્રાંસફર કરવાના છે તે રકમ લખો. આ પછી તમારે તમારો UPI પિન દાખલ કરવો પડશે અને પૈસા ટ્રાન્સફર કરવા પડશે. 

ફોન નંબર રજિસ્ટર કરવો જરૂરી

5/5
image

આ રીતે, તમે ઇન્ટરનેટ વિના પણ તમારા સ્માર્ટફોનમાંથી UPI ટ્રાન્સફર કરી શકશો. તમને જણાવી દઈએ કે આ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે તમારો ફોન નંબર UPI સાથે રજીસ્ટર હોવો જોઈએ.