એરટેલના આ પ્લાનમાં તમને મળશે ફ્રી ડેટા, રિચાર્જ પર 6 જીબી સુધીનો ફાયદો
ભારતી એરટેલ તરફથી યૂઝરોને ઘણા પ્લાનની સાથે ફ્રી ડેટા વાઉચર ઓફર કરવામાં આવી રહ્યાં છે. કંપની તરફથી 1જીબીથી લઈને કુલ 6 જીબી ફ્રી ડેટાની ઓફર કરવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ ભારતી એરટેલ તરફથી કેટલાક પ્લાન્સ માટે ફ્રી ડેટા કૂપન જાહેર કરવામાં આવ્યા હતા અને હવે બાકી પ્લાન્સ પર પણ તેનો ફાયદો યૂઝરોને મળશે. એરટેલ યૂઝરને ફ્રી ડેટાનો ફાયદો હવે 289 રૂપિયા, 448 રૂપિયા અને 599 રૂપિયાના પ્લાન્સની સાથે પણ મળશે. એટલે કે આ ત્રણેય પ્લાનથી રિચાર્જ કરાવવા પર યૂઝરને ફ્રી ડેટા કુપન મળશે. યૂઝર આ કુપન પોતાની જરૂરીયાત પ્રમાણે રિડીમ કરી ફ્રી ડેટા યૂઝ કરી શકશે.
કંપનીના ઘણા ફ્લાનમાં પહેલાથી ફ્રી ડેટા વાઉચર્સનો ફાયદો મળી રહ્યો હતો. બે જીબી ડેટા અને 28 દિવસની વેલેડિટી વાળા વાઉચરની સાથે આવનારા પ્લાનના લિસ્ટમાં 219 રૂપિયા, 249 રૂપિયા, 279 રૂપિયા, 289 રૂપિયા, 349 રૂપિયા, 398 રૂપિયા અને 448 રૂપિયા વાળા પ્લાન સામેલ છે. આ સિવાય ચાર 1 જીબી ડેટા અને 56 દિવસની વેલિડિટીની સાથે ફ્રી ડેટા વાઉચરનો ફાયદો 399 રૂપિયા અને 449 રૂપિયા વાળા પ્લાન પર મળી રહ્યો છે.
કંપની આપી રહી છે 6 જીબી સુધી ડેટા
એરટેલ 84 દિવસની વેલિડિટી વાળા 598 રૂપિયા અને 698 રૂપિા વાળા રિચાર્જ પ્લાનની સાથે છ જીબી ડેટા વાળા વાઉચર આપી રહી છે. આ વાઉચરને યૂઝર પ્લાનની વેલિડિટી પીરિયડમાં ગમે ત્યારે રિડીમ કરી શકે છે. એટલે કે 28 દિવસસની વેલિડિટી વાળા પ્લાનની સાથે 2 જીબી, 56 દિવસની વેલિડિટી વાળા પ્લાનની સાથે 4 જીબી અને 84 દિવસની વેલિડિટી વાળા પ્લાનની સાથે 6 જીબી ડેટા ફ્રી મળી રહ્યો છે.
ધમાકેદાર વાપસી માટે તૈયાર Micromax, લોન્ચ કરશે 20 નવા સ્માર્ટફોન
કંપનીના બેસ્ટ પ્રીપેઇડ પ્લાન
નવા પ્લાન 289 રૂપિયા, 448 રૂપિયા અને 599 રૂપિયા કિંમત વાળા પણ આ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. 289 રૂપિયા વાળા પ્લાનમાં 1.5 જીબી ડેટા અને ફ્રી કોલિંગ 28 દિવસ માટે આપવામાં આવશે. 448 રૂપિયાના પ્લાનમાં દરરોજ 3 જીબી ડેટા અને ફ્રી કોલિંગ 28 દિવસ માટે મળે છે. તો 599 રૂપિયા વાળા પ્લાનમાં 2 જીબી ડેટા અને ફ્રી કોલિંગ યૂઝરને 56 દિવસ માટે મળે છે. બધા પ્લાનમાં એડિશનલ બેનિફિટ પણ મળે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube