ધમાકેદાર વાપસી માટે તૈયાર Micromax, લોન્ચ કરશે 20 નવા સ્માર્ટફોન
સ્માર્ટફોન માર્કેટમાં માઇક્રોમેક્સ 20 નવા સ્માર્ટફોનની સાથે ધમાકેદાર વાપસી કરવાની છે. રિપોર્ટ્સ પ્રમાણે કંપની સપ્ટેમ્બરના અંતમાં પોતાનો નવો એક સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ Micromax પોતાની ધમાકેદાર વાપસી માટે તૈયાર છે. કંપનીએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલથી એક વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું કે, તે જલદી વાપસી કરવાની છે. છેલ્લા દિવસોમાં આવેલા રિપોર્ટ્સ પ્રમાણે કંપની આવનારા કેટલાક મહિનામાં 20 નવા હેન્ડસેટ લોન્ચ કરશે. આ 20 સ્માર્ટફોન્સમાંથી એક આગામી મહિને એટલે કે સપ્ટેમ્બરના અંત સુધી લોન્ચ થઈ શકે છે.
ખુદને 'reinvent' કરી રહી છે કંપની
નવા સ્માર્ટફોન્સના રિસર્ચ અને ડેવલોપમેન્ટની સાથે કંપનીએ મેન્યુફેક્ચરિંગ માટે 500 કરોડ રૂપિયા અલગ કરી દીધા છે. વાત જો કંપની દ્વારા ટ્વીટર પર શેર કરવામાં આવેલા વીડિયોની કરીએ તો તેમાં વર્ષ 2008 બાદ લોન્ચ થયેલા બધા સ્માર્ટફોનની ઝલક દેખાડવામાં આવી છે અને તેમાં કંપની જણાવવાનો પ્રયાસ કરી રહી છે કે તે ખુદને 'reinvent' કરવા જઈ રહી છે.
From humble beginnings to a household name, we've come a long way. Over the years, we have democratized technology for each and every Indian. In 2020, we're coming back with a bang. Are you ready to join the revolution with us?#AtmaNirbharBharat #JoinTheRevolution #VocalForLocal pic.twitter.com/OswKftWcLC
— Micromax India (@Micromax__India) August 26, 2020
જૂનુ સ્થાન પાછુ મેળવવાનો પ્રયાસ
અહીં માઇક્રોમેક્સે તે પણ જણાવ્યું કે, તે મેક ઇન ઈન્ડિયા પ્રોગ્રામના શરૂ થવાની પહેલાથી જ પોતાની પ્રોડક્ટને ઈન્ડિયામાં બનાવી રહી છે. કંપનીના કો-ફાઉન્ડર રાહુલ શર્માએ કહ્યુ કે, કંપની ફરીથી સ્માર્ટફોન માર્કેટમાં પોતાની જૂની જગ્યા બનાવવા ઈચ્છી રહી છે. આ સાથે તેમણે તે પણ કહ્યું કે, માઇક્રોમેક્સના નવા ફોન માર્કેટમા ખુબ હલચલ મચાવી દેશે.
આ Apps ખાલી કરી શકે છે તમારું બેન્ક એકાઉન્ટ, જલદીથી જોઇ લો લિસ્ટ
ભારત-ચીન તણાવ પહેલાથી પ્લાનિંગ
રાહુલ શર્માએ સ્પષ્ટ કર્યુ કે, કંપની ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદને જોતા વાપસી કરી રહી નથી. તેમણે કહ્યું કે, સ્માર્ટફોનનું પ્લાનિંગ એક રાતમાં થઈ જતું નથી અને માઇક્રોમેક્સ ભારત-ચીન વચ્ચે શરૂ થયેલા સરહદ વિવાદથી પહેલા જ કમબેક અને નવા સ્માર્ટફોન લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે