નવી દિલ્હી :  જિયોને ટક્કર આપવા માટે એરટેલે દિવાળીના પ્રસંગે પોતાના પ્રિપેઇડ કસ્ટમર માટે નવા પાંચ પ્લાન લોન્ચ કર્યા છે. આ નવા પ્લાનમાં ગ્રાહકોને કુલ 126 જીબી સુધી ડેટા મળશે. કંપનીએ 178 રૂ., 229 રૂ., 344 રૂ. , 495 રૂ. અને 559 રૂ.ના પાંચ નવા રિચાર્જની જાહેરાત કરી છે. આ તમામ રિચાર્જ પેક ફર્સ્ટ રિચાર્જ (FRC) પેક છે. આ વાતનો સીધો મતલબ છે કે માત્ર નવા યુઝર્સને આનો ફાયદો મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

178 રૂ.નો પ્લાન 
જો તમે એરટેલનું નવું સીમ ખરીદીને 178 રૂ.નું રિચાર્જ કરાવો તો તમને 28 દિવસ સુધી રોજ 1 જીબી 4જી ડેટા મળશે. આ તમામ નંબર પર અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 એસએમએસનો લાભ મળશે. આ રીતે તમને આ પ્લાનમાં કુલ 28GB ડેટા મળશે. 


229 રૂ.નો પ્લાન
નવા યુઝર્સ માટે એરટેલના 229 રૂ.ના પ્લાનમાં કોઈપણ નંબર પર અનલિમિટેડ કોલિંગ તેમજ રોજ 100 એસએમએસ સાથે રોજ 1.4GB ઇન્ટરનેટ ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આમ, ગ્રાહકોને કુલ 39.2 જીબી ડેટા મળશે. 


344 અને 495 રૂ.નો પ્લાન 
344 રૂ.ના પ્લાનમાં તમને 2જીબી ડેટા જ્યારે 495 રૂ.ના પેકમાં 1.4 જીબી ડેટા મળશે. 344 રૂ.ના પ્લાનની વૈદ્યતા 28 દિવસ રહેશે જ્યારે 495 રૂ.નો પ્લાન 84 દિવસ સુધી વૈદ્ય રહેશે. યુઝર્સને આ બંને પેકમાં ક્રમશ:  કુલ 56 જીબી તેમજ 117.6 જીબી ડેટા મળશે. 
  
559 રૂ.નો પ્રીપેઇડ પ્લાન
559 રૂ.ના પ્લાનની વૈદ્યતા 90 દિવસની રહેશે. આમાં ગ્રાહકોને રોજ 1.4 જીબી 4જી ડેટા રોજ મળશે. ગ્રાહકોને કુલ 126 જીબી ડેટા રોજ મળશે. આમાં અનલિમિટેડ લોકલ તેમજ એસટીડી કોલ અને મફત રોમિંગની સુવિધા મળશે. આમાં રોજ 100 એસએમએસ મળશે. 


ટેકનોલોજીને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...