Airtel લાવ્યું ધમાકેદાર પ્લાન! માત્ર 149 રૂપિયામાં 14 OTT એપ્સ ફ્રી અને અનલિમિટેડ ડેટા
એરટેલ તરફથી એક નવો ડેટા એડ ઓન પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. આ પ્લાન 149 રૂપિયામાં આવે છે. આવો તેના વિશે વિસ્તારથી જાણીએ..
નવી દિલ્હીઃ એરટેલ તરફથી નવો રિચાર્જ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. એરટેલનો નવો રિચાર્જ પ્લાન 149 રૂપિયામાં આવે છે. આ પ્લાનમાં કુલ 14 OTT એપ્સનું સબ્સક્રિપ્શન મળે છે. આ એક ડેટા એડ ઓન રિચાર્જ પેક છે. આ પ્રી-પેડ પ્લાનમાં બંડર રિચાર્જ પ્લાન ઓફર કરવામાં આવે છે. તેમાં Sony Liv, LionsgatePlay, Hoichoiજેવા એપ્સનું સબ્સક્રિપ્શન ઓફર કરવામાં આવે છે.
એરટેલનો 149 રૂપિયાવાળો ડેટા પ્લાન
એરટેલના 149 રૂપિયાવાળા પ્રી-પેડ પ્લાનમાં 1GB ડેટા ઓફર આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી તમારા વર્તમાન પ્રી-પેડ પ્લાનની બરાબર હોય છે. આ પ્લાનમાં 30 દિવસ માટે એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ સર્વિસ ઓફર કરવામાં આવે છે.
આ ઓટીટી એપ્સનું મળશે ફ્રી સબ્સક્રિપ્શન
આ પેકમાં 15 OTT એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
SonyLIV
Eros Now
ShemarooME
Hoichoi
Ultra
LionsgatePlay
Epicon
ManoramaMax
Dollywood Play
Divo
Klikk
Namaflix
HungamaPlay
Docubay
SocialSwag
ShortsTV
Chaupal
Kanccha Lannka
Raj Digital TV
આ પણ વાંચો- 99 ટકા લોકો ખોટી રીતે કરે છે ફોન ચાર્જ, તેનાથી ઘટે છે બેટરી લાઈફ, બદલો આ આદત તુરંત
148 રૂપિયાનો પ્લાન
એરટેલ તરફથી 148 રૂપિયામાં પહેલાથી એક ડેટા એડ ઓન રિચાર્જ પ્લાન રજૂ કરવામાં આવે છે. આ પ્લાનમાં વધુ ડેટા અને એરટેલ એક્સટ્રીમ સર્વિસ ઓફર કરવામાં આવે છે. આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. એરટેલના ડેટા એડ ઓ પ્લાનમાં 15GB વધારાનો ડેટા આપવામાં આવે છે. પરંતુ તેમાં માત્ર એક ઓટીટી એપ્સનું સબ્સક્રિપ્શન મળે છે. બંને પ્લાનમાં આ બેસિક અંતર છે.
એરટેલનો 155 રૂપિયાવાળો પ્રી-પેડ પ્લાન
એરટેલના આ પ્રી-પેડ પ્લાનમાં 24 દિવસની વેલિડિટી ઓફર કરવામાં આવે છે. આ પ્લાનમાં કુલ 1GB ડેટા ઓફર કરવામાં આવે છે. સાથે અનલિમિટેડ કોલિંગ અને 300GB ડેટા મળે છે. આ પ્લાનમાં હેલો ટ્યૂન અને Wynk મ્યૂઝિકનું ફ્રી સબ્સક્રિપ્શન ઓફર કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube