Jio બાદ Airtel પણ લાવ્યું 49નો પ્લાન: 3.5GB સુધી મેળવી શકશો ડેટા
Jioને ટક્કર આપવા માટે Airtelએ પોતાનાં પ્રીપેડ યુઝર્સ માટે બે નવા ઇન્ટરનેટ પેક જાહેર કર્યો
નવી દિલ્હી : રિલાયન્સ જીયો (Reliance Jio) બાદ એરટેલ (Airtel)એ પોતાનાં પ્રીપેડ યુઝર્સ માટે બે નવા ઇન્ટરનેટ પેક ઇશ્યું કર્યા છે. તેમાં પહેલો પ્લાન 193 રૂપિયાનો છે, 193 રૂપિયામાં યુઝરને પ્રતિ દિવસ 1 GB વધારેને ડેટા મળશે. જ્યારે બીજો પ્લાન 49 રૂપિયાનો છે, તેમાં યુઝરને કુલ 1 જીબી ડેટા મળશે. આ બંન્ને પ્લાનનો ફાયદો કસ્ટમરને પહેલાથી ચાલી રહેલા અનલિમિટેડ પેકમાં એડ ઓન થઇને મળશે. પ્લાનની વેલિટિડી પહેલાની જેમ જ રહેશે. એરટેલે નવી ઓફર રિલાયન્સ જીયો અને આઇડિયાને ટક્કર આપવા માટે રજુ કરી છે.
એરટેલનાં એડ ઓન પ્લાનનો ફાયદો હાલ માત્ર પંજાબ લર્કલનાં કસ્ટમર્સને મળશે. તે અગાઉ આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, દિલ્હી અને અન્ય ક્ષેત્રોમાં આ પ્લાનનો ફાયદો લોકોને મળી રહ્યો છે. 193 રૂપિયાનાં ટેરિફમાં પહેલાથી ચાલી રહેલ ટેરિફનાં વધારાનાં 1GB પ્રતિદિવસ મળે છે. ઉદાહરણ તરીકે જો તમે 349 રૂપિયાનું પ્રી પેડ અનલિમિટેડ કોમ્બોનો પ્લાન લીધેલો છે તો તેમાં તમને વધારાનાં 2.5 જીબી ડેટા મળે છે. તે ઉપરાંત 193 રૂપિયાનું વધારાનું રિચાર્ચ કરવાથી તમને દરરોજ વધારાનો 1 જીબી ડેટા મળશે.
આ પ્રકારે તમારી પાસે પ્રતિદિવસ 2.5 જીબી ડેટા થઇ જાય છે. આ ટેરિફ 28 દિવસ માટે વેલિડ રહેશે 193 રૂપિયાનાં પ્લાનનો ફાયદો એરટેલમાં પહેલાથી ચાલી રહેલ 199,399, 448 અને 509 રૂપિયાનાં પ્લાનમાં પણ રહેશે. તે ઉપરાંત એરટેલ તરફથી રજુ કરવાયેલ 49 રૂપિયાનાં એડ ઓન પ્લાનમાં પણ યુઝરને 1 GB ડેટાનો ફાયદો મળશે. એટલે કે તમને 349 રૂપિયાનાં પ્લાનથી વધારે તમને એક મહિના માટે 1 GBડેટા મળશે, તેની વેલિડિટી પણ 28 દિવસની જ રહેશે.
નવા એડ ઓન પ્લાન એરટેલનાં 49 રૂપિયાવાળો પ્લાનનાં એક મહિના પછી આવ્યો છે. 49 રૂપિયાનાં પ્રીપેટ પેકમાં યુઝરને 1 GB 3G-4G ડેટા એખ દિવસ માટે આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ એરટેલનાં 92 રૂપિયાનાં પ્લાનમાં 6GB ડેટા 7 દિવસ માટે આપવામાં આવી રહ્યો છે.