Best Prepaid Plans: આજકાલ સ્માર્ટફોન યુઝર્સ તેમના રિચાર્જ પ્લાનમાં માત્ર વૉઇસ કૉલિંગ અને ઇન્ટરનેટ ડેટા જ નહીં પણ OTT એપ્સનું સબસ્ક્રિપ્શન પણ ઇચ્છે છે. આ કારણે, દેશની તમામ ટેલિકોમ કંપનીઓ તેમના યૂઝર્સને ઘણા પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન્સમાં ઇન્ટરનેટ ડેટા સાથે OTT એપ્સનું મફત સબસ્ક્રિપ્શન આપે છે. જો તમે પણ આવો જ કોઈ રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો, તો ચાલો તમને Airtel અને Jio ના રિચાર્જ પ્લાન વિશે જણાવીએ. આ આર્ટિકલમાં અમે તમને Airtel અને Jioના શ્રેષ્ઠ રિચાર્જ પ્લાન વિશે જણાવીશું, જેમાં તમને 28 દિવસ માટે સંપૂર્ણ ડેટા અને ઘણી OTT એપ્સનું સબ્સ્ક્રિપ્શન મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાહન ચાલકો માટે ખુશખબરી, વધી ગઇ FASTag KYC ની ડેડલાઇન, નહી બંધ થાય તમારું FASTag
Paytm વાપરતા હોવ તો તમારા કામના છે આ સમાચાર, 1 માર્ચથી બંધ થશે બેકિંગ સર્વિસ


એરટેલ નો 28 દિવસનો પ્રીપેડ પ્લાન
એરટેલના રિચાર્જ પ્લાન વિશે વાત કરીએ તો, યૂઝર્સને 28 દિવસ માટે OTT એપ્સના ફ્રી સબસ્ક્રિપ્શન સાથે પ્લાન ખરીદવા માટે 499 રૂપિયા ખર્ચવા પડશે. એરટેલના રૂ 499 પ્રીપેડ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ વૉઇસ કૉલિંગ, રોમિંગ, દૈનિક 100 SMS અને દરરોજ 3GB ઇન્ટરનેટ ડેટા સહિત ઘણા વિશેષ લાભો મળે છે. આ પ્લાન સાથે યૂઝર્સને અનલિમિટેડ 5G ડેટા, એરટેલ એક્સ્ટ્રીમ પ્લે અંતગર્ત 15થી વધુ ઓટીટી એપ્સનું સબ્સક્રિપ્શન (Sony LIV, Lionsgate Play, Fancode, Eros Now, Hoichoi, ManoramaMAX), 3 મહિના માટે Disney Plus Hotstar નું મોબાઇલ સબસ્ક્રિપ્શન, Apollo 24/7 સર્કલ, વિંક મ્યુઝિક અને મફત હેલોટ્યુન્સ 3 મહિના માટે મળે છે.


વધુ નહી પણ વાસ્તુની આ 5 ટિપ્સ યાદ રાખો, ક્યારેય ખૂટશે નહી લક્ષ્મી, બદલાઇ જશે દિવસો
લકી લોકોના હાથમાં હોય છે આ રેખા, સત્યને માર્ગે ચાલનાર અને સમાજમાં હોય છે પ્રતિષ્ઠા
 


Jioનો 28 દિવસનો પ્રીપેડ પ્લાન
આ લિસ્ટમાં Jio નો રિચાર્જ પ્લાન 398 રૂપિયાનો છે. Jioના આ પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને 28 દિવસ માટે દરરોજ 2GB ડેટા, અમર્યાદિત વૉઇસ કૉલિંગ, દરરોજ 100 SMS અને અન્ય ઘણા લાભો મળે છે. Jioના આ પ્લાન સાથે યુઝર્સને અનલિમિટેડ 5G ડેટા પણ મળે છે. આ સિવાય યુઝર્સને Sony LIV, ZEE5, Jio Cinema Premium, Lionsgate Play, Discovery Plus સહિત કુલ 12 OTT એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.


આવી રહી છે Tata Nexon CNG, લોન્ચ પહેલાં તસવીર જાહેર, મળશે મોટી ડેકી
છુપા રૂસ્તમ છે આ પ્લાન, 99 રૂ.માં તમારા બાબુ-સોના સાથે આખી રાત કરો અનલિમિટેડ વાત


આ બંને કંપનીઓના 28 દિવસના શ્રેષ્ઠ પ્રીપેડ રિચાર્જ પ્લાન વિશેની માહિતી જાણીને તમે સમજી જ ગયા હશો કે આ બેમાંથી કયો પ્રીપેડ પ્લાન તમારા માટે વધુ સારો સાબિત થઈ શકે છે.


ઉભા ઉભા પાણી પીતા હોય તો સાવધાન, બની શકો છો આ જીવલેણ રોગોનો શિકાર
આ 5 સંકેત દેખાય તો તાત્કાલિક દવાખાને પહોંચી જજો, મોડું કર્યું તો હાર્ટ થઇ જશે ફેલ