હવે વોટ્સએપ પર ડોક્યુમેન્ટ્સ શેર કરવાનું વધુ સરળ બની ગયું છે. હવે તમારે કોઈ અલગ એપની જરૂર નથી, કારણ કે WhatsAppમાં દસ્તાવેજોને સ્કેન કરવાનું ફીચર આવી ગયું છે. આ નવા ફીચર સાથે તમે તમારા ફોનના કેમેરાથી સીધા જ કોઈપણ દસ્તાવેજની તસવીર લઈ શકો છો અને તેને સરળતાથી શેર કરી શકો છો. આ ફીચર અત્યારે અમુક યૂઝર્સ માટે iOS અપડેટ (સંસ્કરણ 24.25.80) માં ઉપલબ્ધ છે, અને ધીરે ધીરે તમામ યૂઝર્સ સુધી પહોંચશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે કરી શકો છો ઉપયોગ?
આ એક ખૂબ જ ઉપયોગી ફેરફાર છે, ખાસ કરીને તે લોકો માટે જે હરતા ફરતા જલ્દીથી ડોક્યૂમેન્ટ્સ શેર કરવા માંગે છે. હવે તમને અલગ અલગ એપની વચ્ચે જવાની જરૂરિયાત ઉભી નહીં થાય, કારણ કે હવે તમે વોટ્સએપ પર જ ડોક્યૂમેન્ટ સ્કેન કરી શકો છો, તેમાં ફેરફાર કરી શકો છો અને સીધા શેર પણ કરી શકો છો.


જ્યારે તમે વોટ્સએપ પર કોઈ ડોક્યૂમેન્ટ શેર કરવા જાવ છો, તો તમારે સ્કેનનો ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરતા જ તમારો કેમેરો ચાલુ થઈ જશે. ડોક્યૂમેન્ટનો ફોટો લીધા પછી તમે તાત્કાલિક પ્રિવ્યૂ જોઈ શકે છે અને જરૂરી હોય તો નાના ફેરફારો કરી શકો છો. એપ્લિકેશન આપમેળે માર્જિન સેટ કરે છે, પરંતુ જો તમે ઇચ્છો તો તમે તેને જાતે સેટ કરી શકો છો જેથી દસ્તાવેજ યોગ્ય રીતે દેખાય. જ્યારે તમે સંતુષ્ટ થાઓ, તો બસ ફર્ન્ક્મ કરો અને તમારા ડોક્યૂમેન્ટ સીધા ચેટ યા ગ્રુપમાં મોકલી દેવામાં આવશે.


નહીં પડે પ્રિન્ટરની જરૂરિયાત
હવે તમારે કોઈ અલગ સ્કેનિંગ એપ કે પ્રિન્ટરની જરૂર નથી, કારણ કે દસ્તાવેજો WhatsAppમાં જ સ્કેન થાય છે. સ્કેનની ગુણવત્તા પણ ઘણી સારી છે, જેના કારણે દસ્તાવેજો સ્વચ્છ દેખાય છે. ભલે તમે રસીદો શેર કરતા હોવ, કરાર મોકલતા હોવ કે નોટ્સ મોકલી રહ્યા હોવ, આ સુવિધા તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.


WABetaInfo એ આ ફીચર વિશે સૌપ્રથમ જણાવ્યું હતું, જે iOS અપડેટ (વર્ઝન 24.25.80)માં આવ્યું હતું. હવે WhatsApp ધીમે-ધીમે તેને તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવી રહ્યું છે. ડોક્યુમેન્ટ શેરિંગ ઓપ્શનમાં સ્કેન ફીચર સાથે વોટ્સએપ હવે એક સંપૂર્ણ પેકેજ બની ગયું છે, જ્યાં તમે સરળતાથી કોમ્યુનિકેટ અને ડોક્યુમેન્ટ્સ શેર કરી શકો છો. તેનાથી યુઝર્સના સમયની બચત થાય છે અને તેમને અલગ-અલગ એપ્સનો ઉપયોગ કરવાની જરૂર નથી.