Amazon Prime: Amazon prime યુઝ કરતા લોકો માટે બેડ ન્યુઝ છે. Amazon prime પોતાના પ્લાનના ચાર્જમાં ફેરફાર કર્યા છે. થોડા મહિના પહેલા જ પ્રાઇમ મેમ્બરશીપ માટે કેટલીક છૂટછાટની ઘોષણા કરવામાં આવી હતી જેથી યુઝર્સ ની સંખ્યા વધી શકે પરંતુ હવે ફરીથી પ્લાન્સમાં ફેરફાર કરવામાં આવ્યા છે. Amazon prime ના મેમ્બરશીપ ચાર્જમાં પહેલા કરતા ઘણો વધારો કરવામાં આવ્યો છે. જો તમે હવે એમેઝોનની મેમ્બરશીપ લેશો તો તેના માટે તમારે વધારે ખર્ચ કરવો પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


1 મે થી લાગુ થશે TRAI નો નવો નિયમ, ફેક Call અને SMS થી યૂઝર્સને આ રીતે મળશે છૂટકારો


ઈંસ્ટાગ્રામ પર 1000થી વધુ ફોલોવર્સ છે? તો રૂપિયા કમાવાની આ તક ન છોડવી, ફટાફટ કરો શરુ


એસીની જેમ દિવાલ પર ફીટ થઈ જાય તેવું છે આ કૂલર, ઓછા ખર્ચે મળશે AC જેવી જ ઠંડક


ભારતમાં એમેઝોન પ્રાઇમ મેમ્બરશીપ ની કિંમત એક મહિના માટે 299 થી શરૂ થાય છે. જે પ્લાન પહેલા 179 ના ચાર્જથી મળતો હતો. એટલે કે હવે કંપનીએ એક મહિનાના પ્લાનમાં 120 રૂપિયા વધાર્યા છે. 


Amazon prime ના ત્રણ મહિનાના પ્લાન માટે યુઝરે 599 રૂપિયા ચાર્જ આપવો પડશે. પહેલા તેની કિંમત 469 રૂપિયા હતી. એટલે કે ત્રણ મહિનાના પ્લાનમાં પણ 140 નો વધારો થયો છે. જ્યારે amazon prime ની વાર્ષિક મેમ્બરશીપ માટે યુઝરે 1499 રૂપિયા ખર્ચ કરવા પડશે. 


જે લોકો પાસે પ્રાઈમ મેમ્બરશીપ હશે તેમને પ્રાઇમ શિપિંગ નો લાભ પણ મળશે. સાથે જ પ્રાઇમ વિડીયો, પ્રાઇમ મ્યુઝિક, પ્રાઇમ ડિલ્સ, પ્રાઇમ ગેમિંગ અને એમેઝોન ફેમિલીનો પણ લાભ મળશે.