એસીની જેમ દિવાલ પર ફીટ થઈ જાય તેવું છે આ કૂલર, ઓછા ખર્ચે ઉનાળામાં મળશે AC જેવી જ ઠંડક

Wall Mounted Cooler: હાલ માર્કેટમાં એક એવી વસ્તુ છે જે સસ્તા ભાવમાં એસી જેવો અનુભવ આપે છે. આ છે વૉલ માઉન્ટેડ કૂલર, એટલે કે આ કૂલરને તમે એસીની જેમ દીવાલ પર ફિટ કરી શકો છો. અને સૌથી સારી વાત એ છે કે તેનો ખર્ચ બેજટમાં પણ છે. એટલે કે એસી જેટલો ખર્ચ કરવો નહીં પડે.

એસીની જેમ દિવાલ પર ફીટ થઈ જાય તેવું છે આ કૂલર, ઓછા ખર્ચે ઉનાળામાં મળશે AC જેવી જ ઠંડક

Wall Mounted Cooler: આ વર્ષે ઉનાળો આકરો છે. આખા દેશમાં ભીષણ ગરમી પડી રહી છે. એવામાં એસી કે કૂલર જરૂરી થઈ ગયું છે. એસી લેવું કે કૂલર એ લોકોના બજેટ પર નિર્ભર કરે છે. એવામાં હાલ માર્કેટમાં એક એવી વસ્તુ છે જે સસ્તા ભાવમાં એસી જેવો અનુભવ આપે છે. આ છે વૉલ માઉન્ટેડ કૂલર, એટલે કે આ કૂલરને તમે એસીની જેમ દીવાલ પર ફિટ કરી શકો છો. અને સૌથી સારી વાત એ છે કે તેનો ખર્ચ બેજટમાં પણ છે. એટલે કે એસી જેટલો ખર્ચ કરવો નહીં પડે. દિગ્ગજ ઈલેક્ટ્રોનિક્સ કંપની સિમ્ફનીએ આ ખાસ કૂલર રજૂ કર્યું છે. જેને સિમ્ફની ક્લાઉડ નામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો:

સસ્તા ભાવમાં AC
ગરમી આવતા ઈન્ડિયામાં મોટાભાગના લોકો કૂલર પર ડિપેન્ડ થઈ જાય છે. અનેક લોકો એસી ખરીદે છે. કારણ કે, વૉલ માઉન્ટેડ કૂલર તમને સસ્તા ભાવમાં એસીનો અનુભવ આવે છે. એટલે કે તમે બજેટમાં રહીને ઘરને કૂલ રાખી શકો છો.આ સાથે તમને અનેક ફીચર્સ પણ મળે છે.

વોલ માઉન્ટેડ કૂલરના ફીચર્સ
આ કૂલરની ક્ષમતા 15 લીટર છે અને 57 ક્યૂબિલ મીટર સુધીના રૂમ માટે સારું છે.આ કૂલરને વાપરતા સમયે બારી-દરવાજા ખુલ્લા રાખવા પડશે, જેથી હવાની અવર-જવર થતી રહે. આ કૂલરમાં પાવરફુલ ડબલ બ્લોઅર, કૂલ ફ્લો ડિસ્પેન્સર અને ઓટોમેટિક વર્ટિકલ સ્વિંગ મળશે. જેનાથી તમારા રૂમમાં સરસ ઠંડક આવશે.

આ કૂલરમાં આઈ-પ્લોર ટેક્નોલોજીનો પાવર મળે છે. જેનાથી શુદ્ધ અને આરોગ્યપ્રદ હવા મળે છે. આ 255 વૉટ સાથે આવે છે અને તે ઈન્વર્ટરની સાથે પાવર કટ થવા પર પણ કામ લાગે છે. સાથે તેમાં રિમોટ, વૉટર ટેન્ક ખાલી થવા પર અલાર્મ અને ઓટોફિલ, ઓટો ક્લીન જેવા ફંક્શન મળે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news