આવી ગઈ 27000mAh બેટરી સાથે ભારતમાં બનેલી પાવરબેન્ક, કિંમત 899 રૂપિયાથી શરૂ
કંપનીએ ત્રણેય ડિવાઇસને સ્ટાઇલો પ્રો, સ્ટાઇલો 20K, અને સ્ટાઇલો 10K નામ આપ્યું છે. આ પાવર બેન્ક યૂએસબી-ટાઈપ સી પોર્ટની સાથે આવશે અને ક્વિક ચાર્જ 3।0 થી લેસ હશે.
નવી દિલ્હીઃ ભારતમાં મોબાઇલ એસેસરિઝ બનાવનારી બ્રાન્ડ Ambrane એ ત્રણ પાવરબેન્ક લોન્ચ કરી છે. કંપનીએ ત્રણેય ડિવાઇસને સ્ટાઇલો પ્રો, સ્ટાઇલો 20K, અને સ્ટાઇલો 10K નામ આપ્યું છે. આ પાવર બેન્ક યૂએસબી-ટાઈપ સી પોર્ટની સાથે આવશે અને ક્વિક ચાર્જ 3।0 થી લેસ હશે. Ambrane આ પાવર બેન્કની સાથે 180 દિવસની વોરંટી આપી રહી છે અને તેને Amazon, Flipkart અને કંપનીની વેબસાઇટ પરથી ખરીદી શકાય છે.
Ambrane Stylo Pro
27000mAh ની બેટરી સાથે Ambrane Stylo Pro 20W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. જેથી યૂઝર્સ તેને જલદી ચાર્જ કરી શકે છે. તેમાં 2 યૂએસબી પોર્ટ એક માઇક્રો ઇનપુટ અને એક ટાઈપ સી પોર્ટ છે. સ્ટાઇલો પ્રો લીલા અને બ્લૂ કલરમાં ઉપલબ્ધ છે અને તેની કિંમત 1999 રૂપિયા છે.
આ પણ વાંચોઃ Jio: એક વર્ષ સુધી દરરોજ 3જીબી ડેટાની મજા, જીયોના આ પ્લાનમાં ગ્રાહકોને મળશે ખાસ ફાયદો
Ambrane Stylo 20K
એમ્બ્રેન સ્ટાઇલો 20K ની કિંમત 1499 રૂપિયા રાખવામાં આવી છે. સ્ટાઇલો 20K માં 20000mAh બેટરી છે. તે 18W ની પાવર ડિલિવરી અને ક્વિક ચાર્જ 3.0 ઓફર કરે છે. આ બે યૂએસબી અને એક ટાઈપ-સી પોર્ટ પ્રદાન કરે છે. તે પણ લીલા અને બ્લૂ કલરમાં ઉપલબ્ધ છે.
Ambrane Stylo 10K
899 રૂપિયાની કિંમતવાળી આ પાવર બેન્કમાં 10000mAh ની બેટરી અને બે યૂએસબી પોર્ટ છે. આ પાવરબેન્ક સફેદ અને કાળા કલરમાં ઉપલબ્ધ છે. બધી પાવરબેન્ક ભારતીય માનક બ્યૂરોથી સર્ટિફાઇડ છે. બધી પાવરબેન્કનું નિર્માણ હરિયાણામાં થયું છે. મહત્વનું છે કે આ પહેલા કંપનીએ એપ્રિલમાં ભારતમાં નેકબેન્ડ ઇયરફોનની રેન્જ લોન્ચ કરી છે. લાઇનઅપમાં Bassband Lite, Bassband Pro, Melody 20, Melody 11 અને Trendz 11 સામેલ છે. જેની કિંમત ક્રમશઃ 1299 રૂપિયા, 2199 રૂપિયા, 1499 રૂપિયા, 1799 રૂપિયા અને 1999 રૂપિયા હતી.
આ પણ વાંચોઃ Xiaomi જલદી ભારતમાં લોન્ચ કરશે Mi 11 Lite NE, ફોનમાં મળશે આકર્ષક ફીચર્સ અને ખાસ સુવિધા
Xiaomi સામે થશે મુકાબલો
Ambrane ની આ પાવરબેન્કનો સીધો મુકાબલો શાઓમીની હાલમાં લોન્ચ થયેલી પાવરબેન્ક Mi Boost Pro સામે થશે જે 30,000mAh ની બેટરીથી લેસ છે. હવે જોવાનું તે રહેશે કે ગ્રાહકો કઈ પ્રોડક્ટને પસંદ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube