iPhone યૂઝર્સને મોટો આંચકો, Apple એ બંધ કર્યા આ 3 પોપ્યુલર ડિવાઈસ
iPhone: આઈફોન લવર્સ માટે એક માઠા સમાચાર છે. એપલ કંપનીએ અચાનકથી જ પોતાના 3 લોકપ્રિય ડિવાઈસ બંધ કરી દીધા છે. જો તમે પણ એપલના આ ફોન ખરીદવાનું વિચારતા હતા તો તમારે હવે બીજા ઓપ્શન વિશે વિચારવું પડશે...
iPhone: એપલ આઇફોનના ચાહકો દુનિયાભરમાં છે. જ્યારે પણ નવો iphone લોન્ચ થાય છે તો તેને લેવા માટે લોકો પડાપડી કરે છે. સિક્યોરિટીની દ્રષ્ટિએ iphone વધુ સારા હોય છે થોડા દિવસો પહેલા જ કંપનીએ માર્કેટમાં આઈફોન 16 સીરીઝ લોન્ચ કરી હતી. સાથે જ કંપનીએ કેટલાક જૂના મોડલનું વેચાણ બંધ કર્યું હતું. સામાન્ય રીતે દર વર્ષે એપલ કંપની કેટલાક જૂના મોડલનું વેચાણ બંધ કરતી હોય છે. પરંતુ કંપનીએ પહેલી વખત પોતાના કોઈ જુના નહીં પરંતુ ગયા વર્ષે જ લોન્ચ થયેલા કેટલાક મોડલને ડિસ્કન્ટીન્યુ કરી દીધા છે. જેના કારણે iphone યુઝર્સને મોટો અચકો લાગ્યો છે.
આ પણ વાંચો: BSNL કંપનીનો આ પ્લાન મુકેશ અંબાણીના માથાનો દુખાવો, ઓછા રુપિયામાં મળે છે વધારે ડેટા
એપલ એ પોતાની વેબસાઈટ પરથી અચાનક જ iphoneના 3 લોકપ્રિય મોડલ હટાવી દીધા છે જો આ ત્રણ મોડલમાંથી કોઈ એક ખરીદવાનું તમે પણ વિચારી રહ્યા હતા તો તમારે હવે બીજા ઓપ્શન જોવા પડશે. એપલ કંપનીએ જે 3 મોડલ બંધ કર્યા છે તેમાં iphone 15 pro, iphone 15 pro max અને iphone 13 નો સમાવેશ થાય છે. આ ત્રણ ફોનમાંથી iphone 15 pro લોકોને ખૂબ જ પસંદ હતો અને હાલ પણ કેટલાક કસ્ટમર આ ફોન ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. પરંતુ હવે આ ફોન મળશે નહીં.
આ પણ વાંચો: YouTube પર સૌથી વધુ કેવા Video જોવાય છે ખબર છે ? આ વાત જાણીને તમે દંગ રહી જશો
ઓફિસિયલ વેબસાઈટ પરથી iphone 15 pro, iphone 15 pro મેક્સ અને iphone 13 ડિસ્કન્ટીન્યુ થઈ જતા એપલની વેબસાઈટ પર હવે iPhone 14, iPhone 14 Plus, iPhone 15, iPhone 15 Plus, iPhone 16 અને iPhone 16 Pro ફોન ખરીદી માટે ઉપલબ્ધ છે. એટલે કે જો કોઈને હવે iphone લેવા હોય તો આ ડિવાઇસમાંથી જ કોઈ એક લઈ શકશે.
આ પણ વાંચો: VI એ લોન્ચ કર્યો સુપર હીરો પ્લાન, બપોરે 12 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટા વાપરો ફ્રીમાં
મહત્વનું છે કે iphone 15 ની સીરીઝ લોન્ચ થાય ત્યારે કંપનીએ iphone 14 pro અને iphone 14 pro max બંધ કરી દીધો હતો. હવે iphone 16 સીરીઝ લોન્ચ થયાના બે મહિનામાં જ વેબસાઈટ પરથી iphone 15 pro અને iphone 15 હટાવી લેવામાં આવ્યો છે.